રાજભા ગઢવીને ‘માલધારી’ બનાવવાનું પ્રકરણ સળગ્યું

‘આપ’ના ધારાસભ્યએ સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવતા કલેક્ટર દ્વારા DCFને તાકીદનું તેડું   લોકસાહિત્યકાર રાજભા ગઢવીને અમરેલી જિલ્લામાં આવેલ ધારીગીર જંગલમાં માલધારી તરીકે રહેવાની મંજૂરી આપવાના…

‘આપ’ના ધારાસભ્યએ સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવતા કલેક્ટર દ્વારા DCFને તાકીદનું તેડું

 

લોકસાહિત્યકાર રાજભા ગઢવીને અમરેલી જિલ્લામાં આવેલ ધારીગીર જંગલમાં માલધારી તરીકે રહેવાની મંજૂરી આપવાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા તેમજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા મેદાનમાં આવ્યા છે જેના કારણે અમરેલી જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની આગામી બેઠકમાં માલધારીઓના મુદ્દે ભારે ગરમાવો આવવાની શક્યતા છે.

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગીર અભયારણ્યના માલધારીઓના કાયમી વસવાટ અને નેસડાના પ્રશ્નો અંગે સત્તાવાર જવાબ માંગ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને અમરેલી કલેક્ટરે પણ ગીર પૂર્વના DCF વિકાસ યાદવ પાસે તાત્કાલિક અને વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. એટલું જ નહીં, ગીર પૂર્વના DCF ને આ મુદ્દે બેઠકમાં રૂૂબરૂૂ જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે.

અમરીલી જિલ્લા સંકલન સમિતિની બેઠક માટે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ 4 પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં (1) ગીર અભયારણ્ય જંગલના જે માલધારીઓ ભૂતકાળમાં જંગલ બહાર ગયા હોય અને હાલમાં જંગલમાં નેસમાં કાયમી વસવાટ કરવા માંગતા હોય, તેવી છેલ્લા 3 વર્ષમાં રેન્જ વાઇઝ કુલ કેટલી અરજીઓ મળી?, (2) મળેલી અરજીઓમાંથી કુલ કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી, કેટલી નામંજૂર થઈ અને કેટલી અરજીઓ હજુ પણ અનિર્ણિત છે? (3) જંગલના નેસમાં વસવાટ કરવાની મંજૂરી મેળવવા માટેના ચોક્કસ નિયમો અને માપદંડો શું છે? સરકારની નીતિ સ્પષ્ટ કરો અને (4) રાજભાના કાકા હરસુરભાઈ કરશનભાઈ ઢાન્ટા અને રાજાભાઈ ગોવિંદભાઈ ઢાન્ટા મૂળ વતન લીલાપાણી નેસમાં કુલ કેટલા પશુઓ અને કેટલી વ્યક્તિઓ સાથે વસવાટ કરવાની પરવાનગી આપવામાં આવી છે? વિગેરે પ્રશ્ર્નોનો સમાવેશ થાય છે.

ગોપાલ ઈટાલિયા દ્વારા ઉઠાવવામાં આવેલા આ સવાલોએ વહીવટી તંત્ર અને વન વિભાગમાં દોડધામ મચાવી દીધી છે. એક તરફ જંગલના કડક નિયમો અને બીજી તરફ પરંપરાગત માલધારીઓના અધિકારોનો મુદ્દો છે. રાજભા ગઢવીના પરિવારને મળેલી મંજૂરીના આધારે અન્ય માલધારી પરિવારો માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. માલધારીઓના હક અને જંગલના નિયમો વચ્ચે ચાલી રહેલી આ લડાઈ આગામી દિવસોમાં મોટું સ્વરૂૂપ ધારણ કરી શકે છે.અમરેલી જિલ્લા સંકલન સમિતિની આ બેઠક આગામી 20 જૂને મળવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *