FRCના ચેરમેનની નિમણૂક નહીં થતા 400 શાળાની ફીનો પ્રશ્ર્ન લટક્યો

  ખાનગી શાળાઓને ખટાવવા નિમણૂક નહીં થતી હોવાનો NSUIનો આક્ષેપ, આંદોલનની ચિમકી શાળાઓના નવા સત્ર શરૂ થઇ રહ્યું છે આમ છતા સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન…

 

ખાનગી શાળાઓને ખટાવવા નિમણૂક નહીં થતી હોવાનો NSUIનો આક્ષેપ, આંદોલનની ચિમકી

શાળાઓના નવા સત્ર શરૂ થઇ રહ્યું છે આમ છતા સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેનની ખાલી જગ્યા નહીં ભરાતા અનેક શાળાઓની ફી નક્કી કરવાની કામગીરી લટકી પડી હોવાથી ગુજરાત એન.એસ.યુ.આઇ. દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલીક એફ.આર.સી.ના ચેરમેનની નિમણુંક કરવા માંગણી કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2017માં રાજ્યમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ માટે ફી નિર્ધારણ માટેની અને તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટે ખાસ જોગવાઈઓ કરવા માટે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) વિધેયક, 2017 અમલમાં લાવવામાં આવેલ. જેમાં ગુજરાતમાં અલગ અલગ ચાર જોનમાં કમિટીની રચના કરવામાં આવી હતી.

પરંતુ હાલમાં રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન પી. જે. અગ્રાવત દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રાજીનામું આપી દેવામાં આવ્યાં બાદ છેલ્લા 3 માસ એટ્લે કે માર્ચથી આજ સુધી ચેરમેનની નિમણુક ન થતા સૌરાષ્ટ્રની 5000 માંથી 400 જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટકી પડયું છે. ટૂંક સમયમાં શાળાઓમાં નવું શૈક્ષણિક શત્ર શરૂૂ થશે અને ત્યાં સુધીમાં જો તે શાળાઓની ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલ દ્વારા બેફામ ફી વધારો કરવામાં આવશે જેથી વધુ ફી વિદ્યાર્થીઓએ ભરવી પડશે.

આ કમિટી દ્વારા ખાનગી શાળાઓની ફી નક્કી કરવામાં આવે છે પરંતુ આ કમિટી અને ખાનગી શાળા સંચાલકોની મીલીભગત હોય ડજુ સુધી આ નિમણૂક કરવામાં આવી નથી. જેથી નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ લૂંટાવવું પડશે. જો ફી નક્કી કરવામાં નહીં આવે તો ખાનગી શાળાઓને બેફામ ફી ઉઘરાવવાનો પરવાનો મળી જશે. જેથી સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેનની નિમણુક કરવામાં આવે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ફી નક્કી કરી શાળાઓને આદેશ આપી દેવો જોઈએ કે તેનાથી વધારે ફી ઉઘરાવવામાં ન આવે. ખાનગી શાળા સંચાલકો અને રાજ્ય સરકાર વચ્ચે મોટી સાંઠગાંઠ છે અને તેના કારણે ફી નિયમન સમિતિ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે.

અમારી માંગણી છે કે, રાજય સરકાર દ્વારા આ બાબતે ખાસ ધ્યાન આપી તાત્કાલિક ધોરણે એફઆરસી ચેરમેનની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અન્યથા આગામી દિવસોમાં જો અમારી આ માંગણી ન સ્વીકારમાં આવે તોNSUI દ્વારા વાલી ઓને સાથે રાખી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ આવેદનપત્રમાં જણાવાયું છે.

કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને મળવા સમય માંગ્યો

ખાનગી શાળઓની વ્યાપારી વૃતિના મામલે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે રાજકોટની મુલાકાતે મુખ્યમંત્રી આવનાર હોય જેથી તેઓને રૂૂબરૂૂ મળીને આ મુદે રજૂઆત કરવા પોલીસ કમિશનરને પત્ર લખી સમય માગ્યો છે. રોહિતસિંહે પત્રમા જણાવ્યુ હતુ કે હાલના સમયમાં રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી ચોક્કસ દુકાનોમાંથી ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે જે રાજ્ય સરકારના નીતિનિયમો તથા માર્ગદર્શિકા વિરુદ્ધ છે. આ વ્યાપારી પ્રવૃતિઓથી વાલીઓ પર આર્થિક બોજ ઊભો કરે છે અને શિક્ષણ વ્યવસ્થાની નૈતિકતા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. અત્યાર સુધી એમોએ આ બાબતે એમોએ શિક્ષણવિભાગને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. તેથી કોંગ્રેસ પક્ષના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીની આગામી રાજકોટ મુલાકાત દરમિયાન આ મુદ્દે લોકશાહી ઢબે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે પાંચ પ્રતિનિધિઓ દ્વારા રૂૂબરૂૂ રજૂઆત કરવા માંગીયે છે આપ આ બાબતે પાંચ પ્રતિનિધિઓને મુખ્યમંત્રી સમક્ષ મળવા માટે સમય ફાળવી આપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *