IPL 2027નું મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે

ફ્રેન્ચાઇઝ માલિકોને તૈયાર રહેવા BCCIની સૂચના   ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટૂંક સમયમાં શરૂૂ થશે. ઘરેલુ ક્રિકેટ પણ ચાલુ છે, એટલે કે ભારતીય ચાહકો માટે…

ફ્રેન્ચાઇઝ માલિકોને તૈયાર રહેવા BCCIની સૂચના

 

ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટૂંક સમયમાં શરૂૂ થશે. ઘરેલુ ક્રિકેટ પણ ચાલુ છે, એટલે કે ભારતીય ચાહકો માટે ક્રિકેટના ઉત્સાહમાં કોઈ કમી નથી. પરંતુ મેદાનની બહાર સૌથી વધુ જેની રાહ જોવાઈ રહી છે તે IPL 2027 મીની ઓક્શન. આ રાહ ડિસેમ્બરમાં સમાપ્ત થવાની છે. મીની ઓક્શનની તારીખ જાહેર કરવામાં આવી છે. IPL 2027 મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI એ તમામ ફ્રેન્ચાઇઝ માલિકોને 16 ડિસેમ્બરે મીની ઓક્શન માટે તૈયાર રહેવા સૂચના આપી છે. સતત ત્રણ સીઝન પછી IPL ઓક્શન ભારતમાં પાછું ફર્યું છે અને આ વખતે IPL 2027 મીની ઓક્શન ગોવામાં યોજાશે. ગોવાની પસંદગી મહત્વપૂર્ણ છે કારણ કે ગોવાની કોઈ ટીમ IPL માં નથી. અહેવાલ મુજબ, BCCI ની લોજિસ્ટિક્સ ટીમે તમામ ફ્રેન્ચાઇઝ મેનેજમેન્ટને મેસેજ મોકલ્યો છે, જેમાં તેમને 16 ડિસેમ્બરની તૈયારી કરવા વિનંતી કરવામાં આવી છે. મેસેજમાં જણાવાયું છે કે ઓક્શન સ્થળ 5-સ્ટાર હોટેલ, ઈંઝઈ ગ્રાન્ડ ગોવા હશે. જો કે, એ નોંધનીય છે કે BCCI એ હજુ સુધી સત્તાવાર ઇમેઇલ મોકલ્યો નથી. તેથી, તારીખમાં ફેરફારની શક્યતા રહી છે.

એક નોંધપાત્ર વાત એ છે કે 16 ડિસેમ્બરે બેંગલુરુમાં ભારત અને શ્રીલંકા વચ્ચે એક ODI મેચ રમાશે. તેથી, તે મેચમાં ભાગ લેનારા કેટલાક ખેલાડીઓની હરાજી માટે પસંદગી થઈ શકે છે. જો આવું થાય, તો 16 ડિસેમ્બર ક્રિકેટ ચાહકો માટે ડબલ બ્લાસ્ટ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *