8 ટન રેતીમાંથી બનાવ્યું મા દુર્ગાનું ભવ્ય રેતશિલ્પ

જાણીતા રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે દુર્ગા પૂજા શરૂૂ થઈ એ નિમિત્તે ઓડિશાના પુરીના દરિયાકિનારે મા દુર્ગાની ભવ્ય સેન્ડ આર્ટ તૈયાર કરી હતી. આ આર્ટિસ્ટિક મૂર્તિ માટે…

જાણીતા રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે દુર્ગા પૂજા શરૂૂ થઈ એ નિમિત્તે ઓડિશાના પુરીના દરિયાકિનારે મા દુર્ગાની ભવ્ય સેન્ડ આર્ટ તૈયાર કરી હતી. આ આર્ટિસ્ટિક મૂર્તિ માટે 8 ટન રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં માતાજીનાં સ્વરૂૂપને રંગીન બનાવવા માટે બાવીસ પ્રકારનાં શાકભાજી અને 10 પ્રકારનાં ફળો વાપરવામાં આવ્યાં હતાં. વિવિધ રંગો અને શેપને આધારે 32 ચીજો પસંદ કરવામાં આવી હતી. એનાથી 10 ફુટ ઊંચી મા દુર્ગાની કલાકૃતિ તૈયાર કરવામાં આવી હતી. સુદર્શન પટનાઈકે તેમના શિષ્યોની સાથે મળીને પાંચ કલાકમાં આ આર્ટ તૈયાર કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *