રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર હાઇ પ્રોફાઈલ કેસમાં રૂૂ.20 કરોડની ખંડણી વસુલવાના મામલે 24 ભાષ્કર-પરેશ અપહરણના કેસની 24 વર્ષ બાદ કેસ કોર્ટમાં સુનાવણી પર આવતા સરકાર તરફે સાક્ષી તપાસવાનું કાર્ય પૂર્ણ થતા આરોપીઓના સ્ટેટમેન્ટ લેવાયા બાદ બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટ ચુકાદો સંભળાવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ગત તા.12/11/2000 ના રોજ મોડી રાત્રે નામાંકિત વેપારી પરિવારના ભાસ્કર અને પરેશ નામના બંને યુવકોની રૂૂ.20 કરોડની ખંડણી વસૂલવાના મામલે અપરણની ઘટના પ્રકાશમાં આવી હતી. તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિંહા અને ડીસીપી અરૂૂણકુમાર શર્માની કાબીલેદાદ કામગીરીથી દુબઈ અને લંડન પોલીસ અને એનઆરઆઈની મદદથી તેમજ રાજ્યના ચુનંદા પોલીસ અધિકારીઓએ ભરૂૂચ ગ્રામ્ય વિસ્તારના વાલીયા પાસે તત્કાલીન ડીસીપી અરુણકુમાર શર્મા અને સુભાષ ત્રિવેદીની ટીમ દ્વારા રાજશી હાથિયા મેરનું એન્કાઉન્ટર કરી પરેશ લીલાધર શાહને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે ભાષ્કર પ્રભુદાસ પરેખને ફઝલ ઉલ રહેમાનની ગેંગે મુક્ત કર્યો હતો. જ્યારે સરધાર નજીક રાજન ઉર્ફે આસિફ રજખખાનને પીઆઇ જે.જે. ધ્રાંગા, સહિતની ટીમે એન્કાઉન્ટર કર્યું હતું. બાદ પરેશ લીલાધર શાહ દ્વારા તા.26/11/2000 માં આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો સહિત 47 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તપાસ અધિકારી દ્વારા પૂરતો પુરાવો મળતા કોર્ટમાં 7/1/2002 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં 154 વિટનેસ હતા. ત્યારે આ કેસ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ શક્યો ન હતો. બાદ અધિક જજ ડી.એસ. સિંઘની કોર્ટમાં કેસ ટ્રાન્સફર થતા માત્ર દોઢ જ મહિનામાં કેસને ચાર્જફેમ કરવામાં આવ્યો હતો. જેમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યા છે. બે શખ્સના એન્કાઉન્ટર થયા છે. જેમાં બાકીના આરોપીઓને જુબાની માટે ટેલીફોનિક સમન્સની બજવણી કરવામાં આવી આવી હતી. અને પુરાવો નોંધ્યા બાદ ન્યાયાધીશ ડી.એસ.સિંઘની અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા ચાર્જસીટમા રહેલ 333 સાહેદોમાથી સરકાર તરફે મહત્વના કુલ- 56 સાહેદોને તપાસી વધુ સાહેદો તપાસવા માગતા ન હોય ક્લોઝીંગ પુરશીશ આપી સાહેદો તપાસવાનુ પુર્ણ થયાનુ જાહેર કરતા આજરોજ આરોપીઓના સ્ટેટમેન્ટ (એફ.એસ.) માટે મુદ્દત મુકરર કરવામા આવેલ જેમા કુલ -47 આરોપીઓ હોય જે પૈકી 3 ભાગેડુ આરોપીઓ હોય અને કુલ 11 આરોપીઓનું મૃત્યુ થતા બાકીના આરોપીઓ વિરૂૂધ્ધ કેસ ચલાવવામા આવેલ હોય જેઓનુ આજરોજ એફ.એસ. નોંધવામા આવતા હવે પછી દલીલ માટેની આજરોજ તારીખ મુકરર કરવામા આવશે અને 25 વર્ષ જુના કેસનો ટુંક સમયમા ન્યાયીક નીર્ણય થવાની સંભાવનાઓ રહેલ છે.
આ કેસમા આરોપીઓ તરફે રાજકોટના નામાંક્તિ એડવોકેટો લલીતસીહ શાહી, પી.એમ. શાહ, સુરેશ ફળદુ, કે.એન.શાહ, રોહીત ઘીયા, પી.એમ. જાડેજા, આર.બી.ગોગીયા, કીરીટ નકુમ અને બી.જે.બોરીચા રોકાયા છે.
