સૌરાષ્ટ્ર યુનિ.નો ભગો! Ph.D. માં પહેલાં NET ફરજિયાત હવે GSET-JRF પણ ચાલશે

212માંથી 169 સીટ ખાલી રહી ગઇ, હવે 24 કલાકમાં પ્રવેશ આપવા કોંગ્રેસનું અલ્ટિમેટમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા એટલે વિવાદોનુ પર્યાય બની હોય તેમ દરવર્ષે…

212માંથી 169 સીટ ખાલી રહી ગઇ, હવે 24 કલાકમાં પ્રવેશ આપવા કોંગ્રેસનું અલ્ટિમેટમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા એટલે વિવાદોનુ પર્યાય બની હોય તેમ દરવર્ષે કઈકને કઈક નવા નવા વિવાદો વકર્યા કરે છે તેમ પરંપરા જાળવતા આ વર્ષે પણ 80% સીટો ખાલી રહેતા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા આજ કુલપતિને રજૂઆત કરીને નિર્ણય બદલાવવા ચિમ્મકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પીએચ.ડી.માં એડમિશન માટે જીકાસ મારફત ઓનલાઈન ફોર્મ ભરવાનું 1 ઓક્ટોબરથી શરૂૂ થઈ ગયું હતુ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડે મોડેથી 5 ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓએ નીટ એટલે કે નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને જ પીએચ.ડી.માં એડમિશન મળશે. જેનાથી ભૂતકાળમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે તેવા હજારો વિદ્યાર્થીઓએ પાસ કરેલી હતી તેઓની પરીક્ષા રદ થઈ ગઈ હતી અને આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ ઉપર મૂકી અને ગાઈડસની ખટાવવાનો ખેલ યુનિવર્સિટીના સતાધિસોએ ખેલ્યો હતો તેવામાં નીટ ફરજિયાત હોવાને લીધે 212 માંથી 169 સીટ ખાલી રહી હતી અને 55 સીટ જ ભરાઈ હતી.

ગુજરાતમાં સંભવત: એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.માં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી ન હતી અને માત્ર નીટ પરીક્ષા પાસ કરેલી હોય તેવા વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાનો કઠોર નિર્ણય કરાયો હતો. પરંતુ આ નિર્ણયને કારણે યુનિવર્સિટીમાં 26 ભવનમાં 212 માંથી 169 સીટ ખાલી રહી. જેથી હવે જીસેટ અને જે.આર.એફ ની પરીક્ષા પાસ કરેલી હોય તેવા વિદ્યાર્થીઓને પણ એડમિશન મળશે તેવો નિર્ણય કરી પોતાના જ નિર્ણયમા જ કેમ પાછીપાની કરવી પડી છે તે મોટો સવાલ છે ! અગાઉ જીસીએએસમાં રજીસ્ટ્રેશન વખતે આ પ્રકારની કોઈ સ્પષ્ટતા કેમ કરવામાં આવી ન હતી? સતાધિસોના કડક નિર્ણયના લીધે પીએચડીમા એડમિશન માટે હવે ફરી વખત ડી.આર.સી.ગોઠવવી પડશે અને તેમાં એક્સપર્ટને બોલાવવાનો સહિતનો અંદાજે રૂૂ. 20 લાખનો ખર્ચ બીજી વખત થશે અને આ રીતે યુનિવર્સિટીના સતાધિસોના મિસ મેનેજમેન્ટથી વિદ્યાર્થીઓને ગેરલાભ થશે અને યુનિવર્સિટીના તિજોરીના વધુ નાણા વેડફાશે તેવી રજૂઆત કરી હતી.

યુનિવર્સિટીએ ગઈકાલે નવો પરિપત્ર કર્યો કે ખાલી સીટો રહેતા હવે જીએસઇટી (ગુજરાત સ્ટેટ એલીજીબિલીટી ટેસ્ટ) અને જેઆરએફ (જુનિયર રિસર્ચ ફેલોસીપ) ની પરીક્ષા પાસ કરેલી છે અને અગાઉ નેટ પરીક્ષા પાસ કરેલી છે તેઓને પણ પ્રવેશ આપીશુ તો અગાઉ જેઓએ પીએચ.ડી.માં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા પાસ કરેલી છે અને ગાઈડના અભાવે પીએચ.ડી. નથી કરી શક્યા તેઓને વંચિત કેમ રાખવામા આવ્યા ? તેમની સાથે આ રીતે સીધો અન્યાય યુનિવર્સિટી દ્વારા કરવામા આવ્યો તે કદાપી ચલાવી લેવામા નહી આવે તેવુ વિદ્યાર્થી કાર્યકરોએ રજૂઆત કરી હતી.

રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે ગુજરાતની મોટાભાગની સરકારી યુનિવર્સિટીઓએ પીએચડીમા પ્રવેશ માટે નેટ પાસ ફરજિયાત રાખી ના હતી કારણ કે નેટએ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા હોવાથી આપણા રાજ્યમા નેટ પાસ વિદ્યાર્થીઓ ગણ્યાગાઠ્યા હોય છે જેથી રાજ્યના વિદ્યાર્થીઓના શૈક્ષણિકહિતને ધ્યાને લેવામા આવ્યુ હતુ પરંતુ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સારી ક્વોલિટી મેળવવાની વાહવાહી મેળવવા નેટ પાસ ફરજિયાતનો નિર્ણય કર્યો હતો જેથી ખાસ કરીને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ખુબ નુકશાન થયેલ હતુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિસોએ એક વખત નિર્ણય કર્યા બાદ કેમ પોતાના જ નિર્ણયને બદલવો પડે ? અમારી સ્પષ્ટ માંગ છે કે જો નિયમ ઘડો તો તેનુ અમલીકરણ કરવા છેલ્લે સુધી સુનિચ્છિત રહો અન્યથા જો તે નિર્ણયમા ફેરફાર કરવા ઈચ્છો છો તો તમારૂૂં હિત નહી વિદ્યાર્થીઓનુ હિત ઇચ્છીને જ ફેરફાર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *