સૌરાષ્ટ્ર યુનિ.માં ઓપરેશન ગંગાજળ શરૂ કરવા પત્ર

રાજય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામા આવ્યુ છે અને અત્યાર સુધીમા ઘણા અધિકારીઓ – કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવામા આવ્યુ છે. સૌરાષ્ટ્ર…

રાજય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામા આવ્યુ છે અને અત્યાર સુધીમા ઘણા અધિકારીઓ – કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવામા આવ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પ0 વર્ષથી વધુ વયના, નિષ્ક્રીય હોય તેવા અધ્યાપકો, કર્મચારીઓ અને અધિકારીઓને હટાવવા જોઇએ તેવો પત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિધા શાખાના ડિન અને કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. નિદત્ત બારોટ દ્વારા કુલપતિને લખતા સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજયમા ખળભળાટ મચી ગયો છે. આ પત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમા પણ ગરમાવો આવી ગયો છે.
ડો. નિદત બારોટે લખેલા પત્રમાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 50 થી પણ વધુ વર્ષોથી શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા પોતાના જુદા જુદા વિભાગોમાં, પ્રજાને ઉપયોગી જરૂૂરી કામો ન કરતા અધિકારીઓ સામે, ઓપરેશન ગંગાજળના નામથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં જરૂૂર પડયે 50 થી વધુ વર્ષની ઉંમર ધરાવતા, બિન કાર્યક્ષમ અથવા પ્રજાને ઉપયોગી ન થતાં અધિકારીઓના, રાજીનામાં લેવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આપે ઓપરેશન ગંગાજળ શરૂૂ કરવું જોઈએ.

સમગ્ર દેશ આજે 25 ડિસેમ્બરે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ઉજવી રહ્યો છે ત્યારે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ સુશાસન મળે અને તેનો અહેસાસ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કોલેજોને થાય તે હેતુસર આપણી યુનિવર્સિટીમાં જે કર્મચારીઓ અથવા અધ્યાપકો વિદ્યાર્થીઓના હિતને ધ્યાને ન રાખીને. યોગ્ય રીતે પોતાનું કાર્ય ન કરતા હોય તો તેની વિગત એકત્રિત કરીને તેમને પણ રાજ્ય સરકારના ઓપરેશન ગંગાજળની જેમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઓપરેશન ગંગાજળ શરૂૂ કરીને, તેમને પદ પરથી દૂર કરવા જોઈએ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતમાં, તેમને મળવાપાત્ર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના લાભો. આપણે યોગ્ય રીતે આપી શકીએ છીએ કે કેમ ? તેની ચકાસણી કરવી આવશ્યક છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપણે ન્યાય આપી શકીએ છીએ કે કેમ? તેની ચકાસણી કરવી પણ આવશ્યક છે. લાખો રૂૂપિયાના પગારથી કાર્યકરતા અધ્યાપકો. વર્ગખંડમાં અને પ્રયોગશાળાઓમાં, વિદ્યાર્થીઓને ન્યાય આપે છે કે કેમ ? શિક્ષણમાં પૂર્ણ ધ્યાન આપે છે કે કેમ ? યુ.જી.સી જે ઈચ્છે છે તે પ્રમાણે સંશોધન કાર્ય કરે છે કે કેમ ? તેની પણ યોગ્ય ચકાસણી થાય અને જે બિનકાર્યક્ષમ હોય તેની સામે કાર્યવાહી થાય તે આવશ્યક છે.

સ્પર્ધાના આ સમયમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સામે, સરકારની યુનિવર્સિટીઓ કાર્યક્ષમ રીતે આગળ વધે તે આવશ્યક છે. આ પરિસ્થિતિમાં આજના આ દિવસે આપના દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓપરેશન ગંગાજળ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરીને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને અંજલી આપવા અને રાજ્ય સરકારના ઓપરેશન ગંગાજળને આગળ વધારવામાં આપ નિમિત્ત બનો તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *