આધ્યાત્મિકતા, સંસ્કાર, પ્રેરણાના સંગમ સમા માનવ ઉત્કર્ષ મહાપર્વનો કાલથી પ્રારંભ

એઆઈ સાથે સંગીત અને વિઝયુઅલ પ્રસ્તુતિનો અજોડ મેળાપ: રાજમાર્ગો પર આજે શ્રધ્ધા અને નારી શક્તિનો સંગમ   રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે, ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર,…

એઆઈ સાથે સંગીત અને વિઝયુઅલ પ્રસ્તુતિનો અજોડ મેળાપ: રાજમાર્ગો પર આજે શ્રધ્ધા અને નારી શક્તિનો સંગમ

 

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે, ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવ 11 થી 17 એપ્રિલ 2026 દરમિયાન આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવમૂલ્યોનો જીવંત ઉત્સવ બનીને ઉજવાવા જઈ રહ્યો છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ માનવ હૃદયને સ્પર્શી જાય એવો એક દિવ્ય અનુભવ છે, જેમાં જીવનને વધુ ઉત્તમ, શુદ્ધ અને શાંતિમય બનાવવાની પ્રેરણા છલકાય છે.

આ મહોત્સવમાં ઇન્ટરનેશનલ મોટિવેશનલ વક્તા સંત અપૂર્વમુનિ સ્વામી દ્વારા સતત 6 દિવસ સુધી વિવિધ જીવનમૂલ્ય આધારિત વિષયો પર હૃદયસ્પર્શી પ્રવચનો યોજાશે. તેમના વચનો માત્ર શબ્દો નહીં, પરંતુ આત્માને સ્પર્શતી અનુભૂતિ બની રહેશે, જેમાં જીવનના પ્રશ્નોનો ઉકેલ, મનની શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ પ્રગટ થશે. દરેક પ્રવચન માનવ હૃદયમાં નવી આશા, નવી દિશા અને નવી ઊર્જા પ્રગટાવશે.
મહોત્સવના અંતિમ દિવસે, 17 એપ્રિલે, વિરાટ મહિલાદિન લક્ષ્મણરેખા વિષય હેઠળ ઉજવાશે. આ દિવસ માત્ર ઉજવણી નહીં, પરંતુ મહિલાશક્તિના સન્માન, સુરક્ષા અને સંસ્કારના સંવર્ધનનો એક પવિત્ર સંકલ્પ છે.

મહિલાઓના જીવનમાં મૂલ્યો અને આત્મવિશ્વાસની દિવ્ય રેખા દોરવાનો આ એક પ્રેરણાદાયી પ્રયત્ન રહેશે. આ ભવ્ય મહોત્સવ માટે વિશાળ અને અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ભવ્ય મુખ્ય મંચ અને 40 ફૂટનું એલઈડી સ્ક્રીન દરેક દર્શકને વિશિષ્ટ અનુભૂતિ કરાવશે. આશરે 4 લાખ સ્ક્વેર ફૂટમાં વ્યાપેલી બેઠક વ્યવસ્થામાં 1000 સોફા અને 50,000 ખુરશીઓ સાથે હજારો લોકો મહોત્સવમાં આરામદાયક અનુભૂતિ કરશે. 135ડ્ઢ20 ફૂટના બે ભવ્ય પ્રવેશદ્વાર અને 60સ800 ફૂટનો ગાર્ડન સાથેનો પેવર બ્લોક એન્ટ્રી પથ દર્શકોને પ્રથમ પગલે જ એક અલગ દુનિયામાં પ્રવેશ કરાવશે. 25 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની પ્રતિમા, 6 ભવ્ય ડોમ અને 7 સનાતન મંદિરો, આ બધું મળીને આ મહોત્સવને માત્ર ભૌતિક રીતે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવશે. અહીં દરેક ખૂણામાં સંસ્કારની સુગંધ અને ભક્તિની શીતળતા અનુભવાશે.

રાજકોટમાં સૌ પ્રથમવાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા 3 થી 13 વર્ષની ઉંમરના બાળકો અને બાલિકાઓ દ્વારા દરરોજ થનાર પારિવારિક શાંતિ યજ્ઞનું આયોજન આકર્ષણનું કેન્દ્ર બનશે. આધુનિક યુગને અનુરૂૂપ અઈં ટેક્નોલોજી સાથે સંગીત અને વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ દ્વારા આધ્યાત્મિક સંદેશોને જીવંત અને અસરકારક રીતે રજૂ કરવામાં આવશે.

આજે બપોરે 3 વાગ્યે યોજાનારી પોથીયાત્રા માનવ ઉત્કર્ષ મહોત્સવના શુભ પ્રારંભને એક અનોખી આધ્યાત્મિક ઊર્જા અને સામાજિક ઉલ્લાસથી ઉજાગર કરશે. જેમાં 2500 થી વધુ બાલિકાઓ, કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓ ભક્તિભાવથી જોડાશે. પરંપરાગત અને રંગબેરંગી વેશભૂષામાં સજ્જ બહેનો જ્યારે હાથમાં પોથી, ધ્વજ, પ્લેકાર્ડ અને બેનર લઈને શિસ્તબદ્ધ રીતે આગળ વધશે, ત્યારે તે દૃશ્ય શહેર માટે એક દિવ્ય અને સ્મરણિય અનુભૂતિ સર્જશે.

યાત્રા દરમ્યાન ગુંજતા સ્વામિનારાયણ મંત્રોચ્ચાર, વાદ્યોના પવિત્ર નાદ અને ભક્તિગીતોની મધુર ધૂન સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દેશે. આ પોથીયાત્રા રાજકોટના સમૃદ્ધ આધ્યાત્મિક વારસા અને સામાજિક સૌહાર્દને સુંદર રીતે વ્યક્ત કરશે. યાત્રાનું પ્રસ્થાન ઇઅઙજ મંદિરથી થઈ, શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને અંતે રેસકોર્સ મેદાન ખાતે પૂર્ણ થશે.

રાજકોટ બી.એ.પી.એસ. મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી તથા સમગ્ર સંત મંડળ દ્વારા રાજકોટ તથા આસપાસના તમામ ધર્મપ્રેમી નાગરિકો, યુવાનો, માતા-પિતાઓ અને બાળકોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ 11 થી 17 એપ્રિલ 2026 દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ દિવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવમાં અવશ્ય પધારે તથા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના માર્ગદર્શન પ્રવચન દ્વારા પોતાના અને પરિવારના જીવનને જ્યાં છે ત્યાંથી એક ડગલું ઉત્કર્ષ તરફ લઈ જવા પ્રેરણા પ્રાપ્ત કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *