રાજકોટમાં રોગચાળો વધુ એક માસૂમને ભરખી ગયો; અઢી વર્ષના બાળકનું તાવ-શરદીથી મોત

  રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં વાવડી…

 

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે.

ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં વાવડી વિસ્તારમાં રહેતા પરિવારના અઢી વર્ષના બાળકનું ઝાડા ઉલટીની બીમારી સબબ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલી મનસુખ ટાઉનશીપમાં રહેતા પરિવારનો કિયાન કિશનભાઈ ધોરાજીયા નામનો અઢી વર્ષના માસુમ બાળકને ઝાડા ઉલટીની બીમારી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિયાન ધોરાજીયા તેના માતા પિતાનો આધાર સ્થંભ એકનો એક લાડકવાયો પુત્ર હતો. કિયાન ધોરાજીયા પાંચ દિવસથી ઝાડા ઉલટીની બીમારીમાં સપડાયા બાદ મોત નિપજતું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *