દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.

તાજેતરમાં દ્વારકા યાત્રાધામમાં ઉજવાયેલ ફુલડોલ ઉત્સવ દરમ્યાન પગપાળા આવેલ યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવાયા અંગે થયેલ પોલીસ ફરીયાદ અંગે જિલ્લા પોલીસના એલ.સી.બી.…

તાજેતરમાં દ્વારકા યાત્રાધામમાં ઉજવાયેલ ફુલડોલ ઉત્સવ દરમ્યાન પગપાળા આવેલ યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવાયા અંગે થયેલ પોલીસ ફરીયાદ અંગે જિલ્લા પોલીસના એલ.સી.બી. વિભાગે ભાવનગરના બે શખ્સોની અટકાયત કરી બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવવામાં આવેલ.

ફુલડોલ ઉત્સવ દરમ્યાન ભાવનગરના આ રીઢા ગુનેહગારોની બેલડીએ દર્શનાર્થે આવેલ શ્રધ્ધાળુઓને વિશ્વાસમાં લઈ શેરડીના રસમાં ધતુરાનો ઝેરી પાવડર ભેળવી બેભાન કરી શ્રધ્ધાળુઓના સોનાના દાગીના સહિત રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા અંગે દ્વારકા પોલીસમાં ફરીયાદ કરવામાં આવેલ. જે અનુસંધાને પોલીસની સઘન તપાસમાં ભાવનગરના બે આરોપી શખ્સોને ઝડપી લેવાયા છે. પોલીસે બંને આરોપીઓ પાસે લાઈટ હાઉસ પાસેના દરિયાઈ વિસ્તારમાં ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી રૂૂપિયા 3,14,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ દ્વારકા પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *