જામજોધપુરના સતાપર ગામની એકેડમીના સંચાલકને વીજ ચોરી ના કેસમાં રૂ.66.32 લાખનો દંડ

સંચાલક એક માસમાં દંડ ન ભરે તો એક વર્ષની જેલની હુકમમાં જોગવાઈ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ…

સંચાલક એક માસમાં દંડ ન ભરે તો એક વર્ષની જેલની હુકમમાં જોગવાઈ

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ ટુકડીએ રૂૂપિયા 21.44 લાખની વીજ ચોરી પકડી પાડયા બાદ તે અંગે નોંધાયેલી ફોજદારી ફરિયાદનો કેસ જામનગરની વીજ કેસોની ખાસ અદાલતમાં ચાલી જતાં અદાલતે સંકુલના સંચાલકને વીજચોરીની રકમના ત્રણ ગણા એટલે કે રૂૂપિયા 66.32 લાખ એક માસમાં ભરી દેવા હુકમ કર્યો છે. જો એક માસમાં દંડની રકમ ન ભરાય તો એક વર્ષની જેલ સજા ભોગવવા પણ આ હુકમમાં જણાવ્યું છે.

માતબર રકમની વીજચોરીના આ કેસની વિગતો મુજબ તા.27/12/2023 ના રોજ ચેકિંગ અધિકારી આર.એસ વડનગરા અને ટીમે જામજોધપુર વેસ્ટ સબ ડિવિઝનના સતાપર ગામે હેરમા એકેડમી સંકુલમાં ચેકિંગ હાથ ધર્યું હતું જે વેળાએ સંચાલક જયદીપસિંહ રામજીભાઈ હેરમાની ઉપસ્થિતિમાં થયેલી ફોટો ગ્રાફી સાથેની કાર્યવાહીમાં મીટરને બાયપાસ કરીને વાયર દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી પાવર લઈને રૂૂ. 2144256ની માતબર રકમની વીજચોરી પકડાઈ હતી. તેથી ચેકિંગ ટુકડીએ રોજકામ કર્યું હતું. આ અંગે જામજોધપુર સબ ડિવિઝનના નાયબ ઈજનેર અમિત અધેરાએ જીયુવીએનએલ પોલીસ મથકમાં જયદીપસિંહ હેરમા સામે ઈન્ડિયન ઈલેક્ટ્રીસીટી કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ જામનગરની સેસન્સ કક્ષાની ખાસ વીજ અદાલતમાં ચાલી જતાં, અદાલતે 7 સાક્ષી અને 17 દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા. આ કેસના સરકારી વકીલ રાજેશભાઈ વશીયરે અદાલતમાં રજૂઆત કરી હતી કે, આરોપીની હાજરીમાં રેકર્ડ ઉપર છે. હાલ ગુજરાતના વીજ ચોરીના કેસ વધતાં વીજ અધિકારીઓ દ્વારા કાર્યવાહી થઈ છે. ફોટોગ્રાફી થઈ છે, તેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવામાં આવે. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સતાપરના સંકુલ સંચાલકને વીજચોરીની રકમના ત્રણ ગણા એટલે કે, રૂૂ.6632779 નો દંડ કરતો હુકમ કર્યો હતો. અને જો સંચાલક દ્વારા જો દંડની રકમના નાણાં એક મહિનામાં ભરપાઈ ન થાય તો એક વર્ષની જેલ સજા ભોગવવા હુકમમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *