પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મસવાડ ગામના મૂળ રહીશ સુરેશભાઈ મોહનભાઈ રાઠોડ નામના 32 વર્ષના શ્રમિક યુવાનનું કોઈ અગમ્ય કારણોસર ઓખાના દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડએ ઓખા મરીન પોલીસને કરી છે.
સલાયા, ઓખામાં ત્રણ માછીમારો સામે કાર્યવાહી
સલાયાના રહીશ રસીદ અબ્બાસ ગંઢાર અને અબ્બાસ હસન પાલાણી નામના બે માછીમારોએ ફિશિંગ દરમિયાન દિશા જાણવાનું હોકાયંત્ર સાથે નહીં રાખતા તેમજ ઓખામાં હાસમ સુલેમાન સમા (રહે. રૂૂપેણ બંદર) એ માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ઉપરોક્ત ત્રણેય માછીમારો સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
