જસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયા

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મીએ માર માર્યાનો યુવાનનો આરોપ જસદણનાં ગઢડીયા ગામે રહેતા યુવાને પિતાને આપેલા રૂ. 50 હજારની ઉઘરાણી કરી હતી જેથી…

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મીએ માર માર્યાનો યુવાનનો આરોપ

જસદણનાં ગઢડીયા ગામે રહેતા યુવાને પિતાને આપેલા રૂ. 50 હજારની ઉઘરાણી કરી હતી જેથી ઉશ્કેરાયેલા પિતાએ પુત્ર પર ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. જસદણનાં ગઢડીયા ગામે રહેતો કીશન દલસુખભાઇ સોલંકી નામનો 30 વર્ષનો યુવાન રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે પિતા દલસુખભાઇ માવજીભાઇ સોલંકીએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો પ્રાથમીક પુછપરમા કીશન સોલંકીએ પિતાને આપેલા રૂ. 50 હજારની ઉઘરાણી કરતા પિતાએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમા સુરેન્દ્રનગરમા દાલ મીલ રોડ પર રહેતો અમીન ઇકબાલભાઇ સૈયદ નામનો ર6 વર્ષનો યુવાન સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથક ખાતે હતો ત્યારે મહાવીરસિંહ સહીતનાં પોલીસ કર્મીઓએ માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *