ભગવતીપરામાં યુવાન ઉપર સરાજાહેર હુમલો કરનાર 10 લુખ્ખાઓની ધરપકડ, બી-ડિવિઝન પોલીસે સરઘસ કાઢયુ
ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસ રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર રાધાકૃષ્ણ મંદિર પાછળ રહેતો ટ્રક ડ્રાઇવર સિકંદર હારૂૂનભાઈ રાઉમા (ઉવ 25) સિકંદર હારૂૂનભાઇ રાઉમાની રિક્ષામાં બેસી સાથે ચા પીવા ગયો હતો. ત્યારે જુના ઝગડાનો ખાર રાખી લુખ્ખાઓએ રસ્તાના આંતરી જીવલેણ હુમલો કર્યો હતો. જે મામલે પોલીસમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાયા બાદ બી-ડીવીઝન પોલીસે આ હુમલામાં સંડોવાયેલ 10 શખ્સોની ધરપકડ કરી જ્યાં ધોકા ઉલાળ્યા હતા ત્યાં જ 10 લુખ્ખાઓની સરઘસ કાઢી ઘટનાની રિક્ધસ્ટ્રકશન કરાવી બનાવ સ્થળેજ આ ટોળકીએ જાહેરમાં લોકોની માફી માંગી હતી.
પાંચ જેટલા બાઈકમાં આવી સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર રાધાકૃષ્ણ મંદિર પાછળ રહેતો ટ્રક ડ્રાઇવર સિકંદર હારૂૂનભાઈ રાઉમાનો પીછો કરી આઝમ ચોકમાં રિક્ષાને આંતરી ભગવતીપરાના જાહીદ ઉર્ફ જાવલો યુસુક્ભાઈ, ગૌરાંગ ઉર્ફ ગવલો ગૌસ્વામી તેમજ જગદીશ મંડપ સર્વિસવાળાના ત્રણ છોકરા સહિતનાએ આંતરી ધોકા-પાઈપથી હુમલો કરી સમીરના બંને પગ ભાંગી નાખ્યા હતા તેમજ હુમલાખોરોએ સિકંદરની રિક્ષામાં પણ તોડફોડ કરી હુમલાખોરો ભાગી ગયા હતાં. ઈજા ગ્રસ્ત સમીરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ હુમલામાં સંડોવાયેલ ભગવતીપરા મેઈન રોડ શેરી નં-11 યાદવ પાનવાળી શેરીમાં રહેતા ગૌરાંગગીરી ઉર્ફે ગવલો અરવિંદગિરી ગૌસ્વામી, ભગવતીપરા શેરી નં-09 દશામાના મંદીર પાછળ રહેતા જાવીદ ઉર્ફે જાવલો હનીફભાઈ સોઢા, મોરબી રોડ વેલનાથપરા નં-20 માં રહેતા ઉમેશ ધનજીભાઈ વિઝવાડીયા,ભગવતીપરા શેરી નં-09માં રહેતો ફાસ્ટફુડ રેસ્ટોરન્ટ ચલાવતો મિહીર જગદિશભાઈ વાઘેલા તેમજ તેના ભાઈ આશીષ જગદિશભાઈ વાઘેલા, વેલનાથપરા શેરી ન-05માં રહેતા શૈલેષ ઉર્ફે ગાંડો ઉર્ફે માસ અવચરભાઈ ડાભી, મોરબી રોડ જકાતનાકા સુર્યમુખી હનુમાનની બાજુમાં રહેતા સજયભાઈ કાનજીભાઈ સારલા, મોરબી રોડ જકાતનાકા વેલનાથપરા શેરી ન-20માં રહેતા રુત્યિક ઉર્ફે ખાન મુકેશભાઈ ડાભી, હુડકો ચોકડી રણુજા નગર મેઈન રોડ ઉપર રહેતા કિશન સુરેશભાઈ ડાભી અને મોરબી રોડ જકાતનાકા પાસે વેલનાથપરા શેરી નં-16/18 ખૂણે રહેતા બાદલ ગોપાલભાઈ માનસુરીયાની ધરપકડ કરી તમામને સાથે રાખી ઘટનાની રિક્ધસ્ટ્રકશન કરી જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાંજ જાહેરમાં માફી મંગાવી હતી. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 હેતલ પટેલની સુચનાથી બી-ડિવીઝન પીઆઈ એસ. એસ. રાણે સાથે ક્રિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
