કચ્છની મગર ધીમી ન ચાલે, રમતી ભમતી દોડીને આવે!

8 ફૂટ લાંબી મગરની અત્યંત દુર્લભ ઘટના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રસિદ્ધ થઈ કચ્છના રણમાં રહેતી મગરોની ધીમી ચાલની છાપને પલટી નાખતી એક અદ્ભુત ઘટના સામે આવી…

8 ફૂટ લાંબી મગરની અત્યંત દુર્લભ ઘટના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રસિદ્ધ થઈ

કચ્છના રણમાં રહેતી મગરોની ધીમી ચાલની છાપને પલટી નાખતી એક અદ્ભુત ઘટના સામે આવી છે. ચડવા રખાલ વિસ્તારમાં 8 ફૂટ (લગભગ 2.5 મીટર) લાંબી પુખ્ત વયની મગરે ડ્રોનથી ભડકીને જમીન પરથી પાણી તરફ ગેલપ (ઝડપી છલાંગ સાથે દોડ) કરીને દરેકને ચોંકાવી દીધા છે.

મહિમ પંડ્યા વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશનના ચીફ સાયંટિસ્ટ બ્રિંકી દેસાઈ અને ડિરેક્ટર દક્ષ પંડ્યાએ વર્ષ 2021માં મગર સેન્સસ દરમિયાન આ દુર્લભ ક્ષણને કેમેરામાં કેદ કરી હતી. આ અવલોકનને હવે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જર્નલ ‘ધ હર્પેટોલોજિકલ બુલેટિન’ના સમર ઈશ્યુમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પેપર વાઇલ્ડ એડલ્ટ મગર કરોડીલ (ઈજ્ઞિભજ્ઞમુહીત ાફહીતિશિંત)માં ગેલપિંગનો પ્રથમ દસ્તાવેજી રેકોર્ડ ગણાય છે.

સામાન્ય રીતે મગરોને ધીમી ગતિના પ્રાણી તરીકે જોવામાં આવે છે, પરંતુ આ ઘટનાએ દર્શાવ્યું કે જરૂૂર પડે ત્યારે તેઓ અત્યંત ઝડપી અને ચપળ બની શકે છે. બ્રિંકી દેસાઈએ જણાવ્યું કે આ ‘ડેડલાઇન મોડ સ્પ્રિન્ટ’ જેવું લાગ્યું હતું. અગાઉ આવી હલનચલન મુખ્યત્વે કેદમાં અથવા નાની મગરોમાં જોવા મળી હતી.કચ્છના અર્ધ-રણીય વાતાવરણમાં રહેતી આ મગરો માનવો સાથે અનોખી સહઅસ્તિત્વ ધરાવે છે. ‘ડેઝર્ટક્રોક્સ’ પહેલ હેઠળ મહિમ પંડ્યા વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશન આ મગરોના સંરક્ષણ અને સંશોધન માટે સતત કામ કરી રહ્યું છે. 2021ના સેન્સસમાં કચ્છમાં આશરે 408 મગરોની સીધી ગણતરી થઈ હતી અને કુલ વસ્તી 1,000ની આસપાસ છે. આ શોધ કચ્છના વન્યજીવ વિજ્ઞાનને નવી દિશા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *