શહેરને પીવાનું પાણી નહીં ઘટે, બન્ને જળાશયો છલોછલ

આજી-1માં 800 અને ન્યારી-1માં 834 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ રાજકોટ શહેરની સૌથી અઘરી સમસ્યા પીવાના પાણીની કાયમી રહી છે પરંતુ સૌની યોજનાનું પાણી બન્ને જળાશયોમાં…

આજી-1માં 800 અને ન્યારી-1માં 834 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજકોટ શહેરની સૌથી અઘરી સમસ્યા પીવાના પાણીની કાયમી રહી છે પરંતુ સૌની યોજનાનું પાણી બન્ને જળાશયોમાં સમયસર મળવા લાગતાં રાજકોટ શહેરમાં પાણીકાપ ભુતકાળ બની ગયો છે. આ મુદ્દે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે તાજેતરમાં આજી-1 ડેમમાં 1-3-2026 થી અને ન્યારી-1માં છ માર્ચથી સૌની યોજનાના નીર ઠલાવવાના શરૂ થયા હતાં. જેના લીધે બન્ને ડેમની સપાટી નિયત વિતરણ થઈ શકે તે મુજબની થઈ ગયેલ હોય. આગામી ચોમાસા સુધી પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે.

કમિશનરે વધુમાં જણાવેલ કે ન્યારી-1 અને આજી-1માંથી મોટાભાગનું પીવાનું પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આજથી સૌની યોજનાનો સાથ રહેતાં કયારેય પાણી કાપ ઝીંકાયો નથી. જેની સામે તંત્ર દ્વારા પણ શિયાળા દરમિયાન પી.એસ.આર. અને જી.એસ.આર.સહિતની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેથી ઉનાળા દરમિયાન આ કામ વખતે પાણી વિતરણ બંધ ન રાખવું પડે આથી આગોતરું આયોજન હોવાથી હવે ચોમાસા સુધી પાણીકાપની કોઈ સમસ્યા નથી. આજી-1 ડેમની કેપેસીટી 917 એમસીએકટની છે. જેની સામે હાલ ડેમમાં 800 એમસીએકટનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ન્યારી-1 ડેમમાં 1248 એમસીએફટીની કેપેસીટી સામે 834 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

તેમજ હાલ સૌની યોજનાના પાણી ચાલુ હોવાથી થોડા દિવસોમાં ડેમ છલ્લોછલ ભરાઈ જશે. જેના લીધે આગામી 3 માસ સુધી પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય. શહેરનાં અમુક વિસ્તારોમાં હાલમાં પણ ટેન્કરો દ્વારા પાણી વિતરણ થઈ રહ્યું છે તે મુદ્દે કમિશનરે જણાવેલ કે બન્ને ડેમમાં પુરતી માત્રામાં જળરાશી હોવાના કારણે સમયસર ટેન્કર દ્વારા પાણી વિતરણ થશે. તેમજ અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં હાલ નવી લાઈનો નાખવાનું કામ ચાલુ હોય ધીમે ધીમે ટેન્કર પ્રથા બંધ કરવામાં આવશે અને મોટા ભાગના વિસ્તારોમાં લાયનો નખાઈ ગયા બાદ નળ મારફતે દરેક ઘરે પીવાનું પાણી ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *