શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં

ગઈકાલે શરૂૂ થયેલી શેરબજાર માટે જે આજે પણ યથાવત જોવા મળી રહી છે કેટલાક સેક્ટરમાં આજે સારી ખરીદી જોવા મળતા સેન્સેક્સ તેમજ નિફ્ટી ઉછળ્યા હતા.…

ગઈકાલે શરૂૂ થયેલી શેરબજાર માટે જે આજે પણ યથાવત જોવા મળી રહી છે કેટલાક સેક્ટરમાં આજે સારી ખરીદી જોવા મળતા સેન્સેક્સ તેમજ નિફ્ટી ઉછળ્યા હતા. ક્રૂડના ભાવ પણ સો ડોલરની નીચે રહેતા શેરબજારને પણ આજે થોડું નવું બુસ્ટ મળ્યું હતું.

આજે ઓટો, રિયલ્ટી અને મેટલના શેરમાં ભારે ખરીદી જોવા મળતા સેન્સેક્સ આજે ફરી એક વખત 76 હજારને પાર થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 650 પોઇન્ટના વધારા સાથે સેન્સેક્સ 76, 100 ઉપર જોવા મળ્યો છે. નિફ્ટીમાં પણ 200 પોઇન્ટનો વધારો જોવા મળતા માર્કેટને ટકાવી રાખવામાં સફળ થયું હતું.
તેમાં પણ આજે ખરીદી જોવા મળી હતી અને એકંદરે 390 પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો. મિડકેપ નિફ્ટી 550 ના સુધારા સાથે તેજી તરફ આગળ વધી રહી છે.

સોના ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં 900 રૂૂપિયા અને સોનામાં ₹700 નો સુધારો જોવા મળ્યો છે રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,71,450 જોવા મળી રહ્યો છે ત્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ ₹2,56,620 જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *