વિસાવદર-ભેસાણમાં ઝાડુ ફરી વળ્યું, ઈટાલિયાના ગઢમાં ‘આપ’નો દબદબો

જિલ્લાની નવ તાલુકા પંચાયતની 158 બેઠક પર ચૂંટણી જંગ પૂર્ણ થયો છે અને ચિત્ર પણ સ્પષ્ટ થયું છે. જેમાં ગોપાલ ઇટાલીયાનો ગઢ ગણાતા વિસાવદરમાં આમ…

જિલ્લાની નવ તાલુકા પંચાયતની 158 બેઠક પર ચૂંટણી જંગ પૂર્ણ થયો છે અને ચિત્ર પણ સ્પષ્ટ થયું છે. જેમાં ગોપાલ ઇટાલીયાનો ગઢ ગણાતા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત કબજે કરી છે. જ્યારે ભેસાણ તાલુકાની 16 બેઠકમાંથી 13 બેઠક પર આમ આદમી પાર્ટી અને ત્રણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે જુનાગઢ તાલુકાની 18 બેઠક પૈકી 9-9 બેઠક પર ભાજપ- આપનો વિજય થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વિસાવદર તાલુકાની 18 બેઠકમાંથી 11 બેઠક આપ, 6 ભાજપ અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે મેંદરડા તાલુકાની 16 બેઠક પૈકી 10 બેઠક પર ભાજપ, 4 બેઠક પર કોંગ્રેસ, 1 બેઠક પર આપ અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.

માળીયાહાટીના તાલુકાની 20 બેઠક પૈકી 14 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠક પર આપની જીત થઈ છે. તો વંથલી તાલુકાની 16 બેઠક પૈકી 11 બેઠક પર ભાજપ અને 5 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.ખાસ જુનાગઢ તાલુકાની 18 બેઠક પૈકી 9 બેઠક પર ભાજપ અને 9 બેઠક પર આપનો વિજય થયો છે જ્યાં બંને વચ્ચે ટાઈ થયું છે. માણાવદર તાલુકાની 16 બેઠક પૈકી 12 બેઠક પર ભાજપ અને 4 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે.

માંગરોળ તાલુકાની 20 બેઠક પૈકી 12 બેઠક પર ભાજપ, સાત બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપની જીત થઈ છે. એવી જ રીતે કેશોદ તાલુકા પંચાયતમાં મોટી ઘંસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ થઈ હતી. જેથી બંને ઉમેદવાર વચ્ચે ચીઠી નખાઈ હતી, જેમાં આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે. ભેસાણ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો છે, પરંતુ ત્યાં પ્રમુખ આમ આદમી પાર્ટીનો નહીં બની શકે કારણ કે જઈ અનામતના કારણે અપસેટ થયું છે. ભાજપનો પરાજય થયો છે પરંતુ પ્રમુખ ભાજપનો જ બનશે કારણ કે ભાજપના ત્રણ ઉમેદવાર પૈકી રાણપુર બે સીટના ઉમેદવાર જઈ અનામતના હોવાથી તેને પ્રમુખ પદ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *