વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકામાં રસાકસીના અંતે ફરી ભાજપની સત્તા

વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકાની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી…

વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકાની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી ભાજપ તથા કોગ્રેસ પક્ષને 20-20 સીટ મળેલ જયારે છેલ્લે વોર્ડ નં.11 માં ચારેય સીટ ભાજપની આવતા 24 સીટ સાથે નગરપાલિકામાં કબ્જો ભાજપ પક્ષે જાળવી રાખવામાં સફળતા મળી છે. જ્યારે પરિવર્તન માટે થનગનતા કોંગ્રેસ છેલ્લે સુધી મકકમ જોવા મળી હતી. વેરાવળ પાટણ નગરપાલીકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાય હતી. જેમાં ભાજપ ની એક સીટ મતદાન પૂર્વે બિનહરીફ થતા 43 બેઠકો પર ચુંટણી યોજાયેલ હતી. જયારે સતાભારી ભાજપએ લઘુમતિ વિસ્તારમાં બેઠકો પર ઉમેદવારી ટાળી હતી. આ ચુંટણીના પરીણામો આવતા નગરપાલીકાની 44 બેઠકો પૈકી ભાજપને 24, કોંગ્રેસને 20 મળેલ છે. નગરપાલિકામાં સત્તારૂૂઢ ભાજપ એ સત્તા જાળવી રાખવા શરૂૂઆતથી જ અસરકારક રણનીતિ ઘડી હતી અને જેના ભાગરૂૂપે 24 સીટ મેળવી વિજેતા બનેલ છે.

આ ચૂંટણીમાં ભાજપ પક્ષ થી ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, સાગરપુત્ર ફાઉન્ડેશન ના તુલસીભાઇ ગોહેલ સહિતના તેમજ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, અગ્રણી નુસરતભાઇ પંજા, જયકર ભાઈ ચોટાઇ સહીતના દ્વારા ડીજીટલ, જન સંર્પક, ગ્રુપ મિટિંગો અને સભા યોજી ઝંઝાવતી પ્રચાર કરી ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષે માહોલ બનાવેલ હોવાથી પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળી હતી. જાહેર થયેલા પરીણામમાં એક તબક્કે કોંગ્રેસ ભાજપ બન્ને 20, 20 સીટો મેળવી હતી પરંતુ 11 માં વોર્ડમાં ચાર સીટ ભાજપે મેળવી વિજયી દબદબો જાળવ્યો છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા માં રસાકસીના અંતે ફરીથી ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 24 અને કોંગ્રેસે 20 બેઠક મેળવતા ભાજપ વિજયી બન્યા હતા. એક પણ અપક્ષ ફાવ્યા નહિ ત્યારે ભાજપ ને પણ બે વોર્ડ માં પરાજય થયો છે. ગત વખતે પ્રમુખ બનેલા પલ્લવીબેન જાની નો પણ પરાજય થયો હતો.

જ્યારે વેરાવળ તાલુકા પંચાયતમાં ભાજપ ફરી સાત સ્થાને આવી છે. આ વખતે પણ ભાજપે 12 સીટ કબજે કરી છે જ્યારે કોંગ્રેસના હાથમાં 10 બેઠક આવી છે. ભારે રસાકસી વચ્ચે પણ ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ત્રણેય પોતાના હસ્તગત કરી કોંગ્રેસ ને પરાજય આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *