જામનગરમાં હપ્તો લેવા ગયેલા ફાયનાન્સ કંપનીના કર્મીને માર પડ્યો

જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી દીધાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. લોનનો હપ્તો લેવા જતાં બંને શખ્સો…

જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી દીધાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. લોનનો હપ્તો લેવા જતાં બંને શખ્સો વિફર્યા હતા, અને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા, અને ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા મયૂરધ્વજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.22) નામના યૂવાને ગઈ રાત્રીના સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં જામનગરના હુશેન ભાયા અને મોહસીન ભાયા નામના બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીની નોકરી લોનના હપ્તાના કલેકશનની હોય અને ગઇકાલે સુભાષ બ્રિજ પાસે આરોપી હુશેનને ફોન કરી લોનનો હપ્તો લેવા બોલાવ્યા હતા, જેથી ત્યાં જઈ આરોપી તેની ઓફીસમાં લઈ જઈ અને અન્ય આરોપી ત્યાં હાજર હોય જે બંનેએ ફરીયાદી મધુરધ્વજસિંહને અપશબ્દો કહયા હતા, અને ઝાપટ મારી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર મારી હવે લોનના હપ્તા લેવા આવીશ તો જાનથી પતાવી દઇશ તેવી ધમકી દઈ એકબીજાને મદદગારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *