માવતરેથી દોઢ લાખ રૂપિયા લઇ આવવાનું કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

શહેરમાં કુવાડવા રોડ પર નવાગામમાં રહેતી અને હાલ રેલનગરમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને પતિ અવારનવાર શંકાઓ કરી મારકૂટ કરતો હોય અને ત્યારબાદ માવતરેથી દોઢ લાખ…

શહેરમાં કુવાડવા રોડ પર નવાગામમાં રહેતી અને હાલ રેલનગરમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને પતિ અવારનવાર શંકાઓ કરી મારકૂટ કરતો હોય અને ત્યારબાદ માવતરેથી દોઢ લાખ રૂૂપિયા લઇ આવ કહી ઘેરથી પહેરેલ કપડે કાઢી મૂકતા મહિલા પોલીસે પતિ સહિતના સાસરિયાંઓ સામે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,રેલનગરમાં શ્રદ્ધા રેસિડેન્સીમાં માવતરના ઘેર રહેતા રાધિકાબેન મહેશભાઈ ધામેચાએ પતિ મહેશ, સસરા લાખાભાઈ ચનાભાઈ ધામેચા, સાસુ કાન્તાબેન, દિયર નરેશ લાખાભાઈ અને દેરાણી મનીષાબેન નરેશભાઈ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન બે વર્ષ પહેલાં મહેશ સાથે થયા હતા બાદમાંસંયુક્ત પરિવારમાં રહેતા હોય, લગ્નના બે માસ બાદ પતિ અવારનવાર દારૂૂ પી ઘેર આવી શંકાઓ કરી ઝઘડાઓ કરી મારકૂટ કરતા હતા અને સાસુ સહિતના કામ બાબતે મેણાં મારતા હતા.

દરમિયાન પિતાની તબિયત બગડતા તેમને ઇન્દિરા સર્કલ પાસે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જેથી રાધિકાબેન માવતરે ગયા હતા અને 15 દિવસ બાદ પિતાના અવસાન બાદ પતિ સહિતનાઓ તેડવા આવ્યા ન હતા.બાદમાં પરિવારે વાત કરતા પિયરથી દોઢ લાખ લઈને મોક્લવાનું કહેતા હોય અને છેલ્લા એક વર્ષથી સમાધાન કરતા ન હોય પરિણીતાએ ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *