રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અનંત અંબાણીએ આજરોજ વર્ષ 202પના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ 2026 સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી કામના કરી હતી. બાદમાં તેઓએ શારદામઠની મુલાકાત લઈ બ્રહમચારી નારાયણાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અંબાણી પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું
રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અનંત અંબાણીએ આજરોજ વર્ષ 202પના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ…
