હુમલામાં ઘવાયેલા ઇજાગ્રસ્તે કરેલા આક્ષેપો ફગાવાયા
તારીખ 30/12 ના ગુજરાત મીરરની સિટી આવૃત્તિના પેજ 4 પર “વાંકાનેરના તીથવામાં ભાજપ અગ્રણીની કારને આંતરી કોંગી આગેવાન સહિતના શખ્સોનો હુમલો” તેવા શીર્ષક સાથેના અહેવાલમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્યના ભત્રીજા શકીલ પીરઝાદા પર મારામારી નો આક્ષેપ સહિત ધાર્મિક આક્ષેપો પણ કરવામાં આવેલ છે. જે અખબારમાં શરતચૂકથી પ્રસિદ્ધ થયેલ છે.
બનાવની હકીકત એ છે કે આ બનાવની એફઆઈઆર તારીખ 30/12 ના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે. જેમાં આવા કોઈ આક્ષેપ કરાયેલ નથી, આરોપી તરીકે તેમાં શકીલ પીરઝાદનું નામ નથી. વ્યવસાયે વકીલ અને નોટરી શકીલ પીરઝાદા મુસ્લિમ ધર્મના સુન્ની, સૂફી, ચિશ્તી પરંપરા ના અનુયાયી છે. તેમને તથા તેમના પરિવારને આ બનાવ સાથે કંઈ લેવા દેવા નથી, તેવી સ્પષ્ટતા અમો કરીએ છીએ.
