નવસારીથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો, હથિયારો મળ્યા

વોન્ટેડ આંતકવાદી અબુબકર સાથે મળી ભારતમાં આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ લાલકિલ્લા ઉપર અલકાયદાનો ધ્વજ ફરકાવવાના સપના જોતો હતો, હુમલા માટે હથિયારો ઉત્તરપ્રદેશથી મેળવ્યા ગુજરાત મિરર,…

વોન્ટેડ આંતકવાદી અબુબકર સાથે મળી ભારતમાં આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ

લાલકિલ્લા ઉપર અલકાયદાનો ધ્વજ ફરકાવવાના સપના જોતો હતો, હુમલા માટે હથિયારો ઉત્તરપ્રદેશથી મેળવ્યા

ગુજરાત મિરર, રાજકોટ તા.27
ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ફૈઝાન શેખની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ફૈઝાન શેખ જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં છેલ્લા ત્રણ વર્ષથી રહે છે.ફૈઝાન શેખ આતંકી વિચારધારાથી પ્રભાવિત હોય અને તે જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ફૈઝાન શેખે હથિયાર પણ મેળવી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ગુજરાતના એ.ટી.એસ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયનાઓને ગુપ્ત રાહે બાતમી મળેલ કે, મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલાના વતની અને હાલ નવસારીના ઝારાવાડ વિસ્તારમાં રહી દરજી કામ કરતા ફૈઝાન નામનો શખ્સ યુ.પી.ના કેટલાક જાણીતા યુવાનો ઉપર હથિયારોથી હુમલા કરી જાનથી મારી નાખી આતંક ફેલાવવાનું તેમજ જેહાદ મારફતે કાશ્મીરને ભારત દેશથી છૂટા પાડવાનું કાવતરૂૂ રચેલ છે અને આ કાવતરૂૂ પાર પાડવા માટે તેણે ઘાતક હથિયાર એકત્રિત કરેલ છે. જે અંગે ગુજરાતના એ.ટી.એસ. ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા ફૈઝાનને પકડવા ગુપ્ત ઓપરેશન ઘડાયું હતું. .

ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયનાઓના નેતૃત્વ હેઠળ પીએસઆઈ નિકુંજ જોષી,ડી.વી.રબારીની ટીમ દ્વારા આ માહિતીનું ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ, જે દરમ્યાન ફૈઝાન દ્વારા ઉપયોગમાં લેવાતી એક સંદિગ્ધ ઇન્ટાગ્રામમ પ્રોફાઇલ ફહ.રફશુફક્ષલફુફ મળી આવેલ. જે અંગે વધુ ટેકનીકલ એનાલીસીસ કર્યા બાદ એ.ટી.એસ.ના પી.આઈ એન.આર. બ્રહ્મભટ્ટ, સી.એચ.પનારા, કે.બી.દેસાઇ તથા એ.પી.પરમાર,પી.બી.દેસાઇ, વી.આર.જાડેજા,મૃણાલ શાહ તેમજ નવસારી પોલીસની ટીમે દરોડો પાડી ફૈઝાન શકીલ સલમાની (ઉ.વ.22)ને ઝડપી લીધો હતો.

ફૈઝાન પાસેથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તથા અલ-કાયદા ની વિચારધારાને સમર્થન આપનાર ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવેલ જેમાં એક ફોટેગ્રાફ, જેમાં લાલ કિલ્લા ઉપર ત્રિરંગાની જગ્યાએ કાળા કપડાનો ઇસ્લામીક ઝંડો છે, તેમજ આ ફોટાની નીચેના ભાગે અંગ્રેજીમાં FAIZANCHOUDHARY લખેલ છે. એક ભારતીય ઉપખંડ તથા આજુબાજુના વિસ્તારનો નકશો છે તેમજ ભારતનો કાશ્મીર સિવાયનો વિસ્તાર કાળા રંગનો છે તેમા વચ્ચેના ભાગે અરબી ભાષામાં લખાણ લખેલ છે તથા કાશ્મીરના ભાગે કથિત આઝાદ કાશ્મીરનો ઝંડો છે. એક ફોટામાં સફેદ અક્ષરે અંગ્રેજીમાં લખેલ છે કે ઘરIndia in “”Delhi The death of all these names written is very close, And we will show you how to kill them”” Inshallah અને કેટલાક ઈસમોના નામ લખેલ. એશીયાનો નકશો છે જેમા મથાળે અંગ્રેજીમાં 2026 Overview Muslim Territories Currently Under Kuffar Occupation લખેલ છે.પકડાયેલ ઈસમનો ચહેરો ઢાંકેલ અને આંગળી ઊંચી કરેલ ’અલ-જિહાદ’ લખાણવાળો ફોટો મળી આવ્યો છે. જેમાં તેણે પયગંબર સાહેબની ગુસ્તાખી કરનારાઓના ’ફોટા પાડી રાખ્યા છે’ અને તેઓને ’કૂતરાની મોતે મારીશું’ તેવી ગંભીર ધમકી આપી છે.

એક દુનિયાના નકશાના બેક ગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ અરબી ભાષામાં લખાણ લખેલ છે તેમજ વચ્ચે પુથ્વિનો ગોળો છે જેની ઉપરના ભાગે બ્લેક ઇસ્લામીક ઝંડો છે તેની નીચે અરબી અગર ઉર્દુ ભાષામાં કંઇક લખેલ છે તથા તેની નીચે અંગ્રેજીમાં Hizb ut-Tahrir લખેલ છે.કેટલીક વ્યક્તિઓના ફોટા છે, જેઓના મોઢા ઉપર ગોળ રાઉન્ડ કરેલ છે. ફૈઝાનના કબ્જામાંથી 01 પિસ્તોલ તથા 06 લાઈવ રાઉન્ડ મળી આવેલ. આ ગેરકાયદેસર પિસ્ટલ અને કારતુસો અંગે પૂછપરછ કરતાં તેણે આ હથિયાર તે આશરે છ મહિના પહેલાં જ્યારે પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયેલ, ત્યાથી મેળવ્યા હોવાનું કબુલ્યું હતું. ઉપરાંત અરબી તથા ઉર્દૂ જેવી લિપિમાં લખાયેલ લખાણ તથા ફોટા ધરાવતા કુલ 29 પાનાનું શંકાસ્પદ સાહિત્ય મળી આવેલ છે. તેમાં યુવાનોને ગેરમાર્ગે દોરતું અને ’જિહાદ’ માટે ઉશ્કેરણી કરતું અત્યંત વાંધાજનક લખાણ હોવાનું સામે આવ્યું છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતીયથી અલગ પાડવા માટે સશસ્ત્ર બળવાનો પ્લાન
ફૈઝાનત્રણ મહિના પહેલાં તે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ‘al.faizangaza’ મારફતે એક ગૃપમાં જોડાયો હતો. આ ગૃપમાં જે ઈસમોએ કથિત રીતે પયગંબર સાહેબની ગુસ્તાખી કરી હતી, તેમના ફોટા અને નામ વાયરલ કરી તેમને મારી નાખવા (હત્યા કરવા) માટે ઉશ્કેરવામાં આવેલ અને યોજના બનાવેલ. આ માહિતી ફૈઝાને અન્ય લોકોને પણ ફોરવર્ડ કરી હતી. ફૈઝાન શકિલ તથા વોન્ટેડ આરોપી મોહમ્મદ અબુ બકરે ભારતમાં આતંક ફેલાવવાનો ગુનાહિત કાવતરૂૂ રચ્યું હતું. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતીય સંઘથી અલગ પાડવા માટે સશસ્ત્ર બળવો અને જેહાદ અંગે લોકોમાં ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરેલ હોવાનું પણ સામે આવેલ છે. જે અનુસંધાને એ.ટી.એસ. ગુજરાત ખાતે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ઉપરોક્ત કાવતરામાં સંડોવાયેલ અન્ય ઇસમો વિરુદ્ધ વધુ તપાસ ચાલુમાં છે.

ફૈઝાન છ મહિનાથી મોહમદ અબુ બકરસાથે સંપર્કમાં હતો
ફૈઝાને મોહમદ અબુ બકર નામના શખ્સ સામે સંપર્કમાં હોવાની વિગતો મળી હતી જેમાં અબુ બકર સાથેની ચેટ, જેમા આતંકવાદી ફરાતુલ્લા ઘોરીનો ઉશ્કેરણી જનક વિડિયો તેમજ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમદના મિડિયા સેલ દ્વારા પ્રસારીત કરેલા ઉશ્કેરણી જનક વિડીયો તેમજ ઉર્દુ ભાષામાં ઉશ્કેરણી જનક બયાનની ઓડિયો ફાઇલ સામેલ છે. આ સાહિત્યમાં મુખ્યત્વે ’શા માટે અલ-કાયદા?’ જેવા શીર્ષકો હેઠળ આતંકવાદી વિચારધારાને સમર્થન આપતું અને પ્રતિબંધિત સંગઠનો તરફ આકર્ષિત કરતું સાહિત્ય મળી આવેલ છે. ફૈઝાનની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે, તે છેલ્લા 6-7 મહિનાથી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા મોહમ્મદ અબુ બકરના સંપર્કમાં હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *