રાજકોટના લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના લોકમેળા રેશકોર્સ મેદાનમાં જ યોજાશે. કલેક્ટર તંત્રએ સ્ટોલ અને પ્લોટની હરરાજી માટે કરી સતાવાર જાહેરાત કરી છે. પહેલા અટલ સરોવર પાસે મેળો યોજવાનો વિચાર હતો. ધારાસભ્ય દર્શિતા શાહે આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને નવા રેસકોર્ષ માટે જમીન સમથળ કરવા માટે ગ્રાન્ટની માંગ કરી હતી. પરંતુ આ વખતે રાજકોટના લોકમેળા રેશકોર્સ મેદાનમાં જ યોજાશે
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. ૧૪/૦૮/૨૦૨૫ થી ૧૮/૦૮/૨૦૨૫ સુધી પાંચ દિવસ દરમિયાન લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.
મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા.૦૯/૦૬/૨૦૨૫ થી તા. ૧૩/૦૬/૨૦૨૫ સુધીમાં ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત (શહેર-૧) જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના ૧૧:૦૦ થી બપોરના ૧૬:૦૦ કલાક દરમિયાનમાં રૂ. ૨૦૦ ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે.
સમિતિ દ્વારા સ્ટોલ પ્લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના ૧૨૦ સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના ૦૬ સ્ટોલ તા. ૨૩/૬/૨૦૨૫ સોમવારના ૧૧:૦૦ કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના ૩ પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના ૧૨ પ્લોટનો તા. ૨૩/૬/૨૦૨૫ સોમવાર સવારે ૧૧:૩૦ કલાકે હરરાજી રાખવામાં આવી છે.
આ ઉપરાંત તા.૨૪/૬/૨૦૨૫ મંગળવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના ૨ પ્લોટ અને બી૧/કોર્નર ખાણીપીણીના ૪૪ પ્લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના ૫, એફના ૩, જીના ૨૦ અને એચના ૬ પ્લોટની હરરાજી તા.૨૫/૦૬/૨૦૨૫ બુધવારના સવારે ૧૧:૩૦ કલાકે અને તા.૨૬/૦૬/૨૦૨૫ ગુરૂવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના ૧૬ પ્લોટ તથા કેટેગરી ઝેડ- ટી કોર્નરના ૧ પ્લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-૧)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે.
