ધોરાજી પાલિકામાં છૂટા કરાયેલા કામદારો-કોન્ટ્રાક્ટરના સ્ટાફ વચ્ચે ધબધબાટી

રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા (નપા) વિસ્તારમાં કચરા ગાડીના કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ સર્જાયો છે, જેના કારણે કામદારો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ છે.…

રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા (નપા) વિસ્તારમાં કચરા ગાડીના કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ સર્જાયો છે, જેના કારણે કામદારો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ છે. નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં તે અન્ય કોન્ટ્રાક્ટરને મળ્યો છે, જેને પગલે અગાઉના કોન્ટ્રાક્ટરે લગભગ 70 જેટલા કામદારોને છૂટા કરી દીધા છે. આ કામદારો છેલ્લા ઘણા દિવસોથી તેમની રોજગારી પુન:સ્થાપિત કરવા માટે આંદોલન કરી રહ્યા છે.

આ કામદારોનો આક્ષેપ છે કે નવા કોન્ટ્રાક્ટરે તેમને કામ પર રાખવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે તેમની રોજી-રોટી છીનવાઈ ગઈ છે.જૂના કોન્ટ્રાક્ટર દ્વારા છૂટા કરાયેલા કામદારો અને નવા કોન્ટ્રાક્ટરના સ્ટાફ વચ્ચે આજે બબાલ અને ઘર્ષણ થયું હતું. છૂટા થયેલા કામદારોએ પોતાનું કામ ચાલુ રાખવા અથવા તેમને અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા નોકરી પર રાખવા માટે દબાણ કર્યું હતું. આ મામલો એટલો ઉગ્ર બન્યો કે સ્થળ પર તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી અને કામગીરી અટકી પડી હતી. કામદારોની એકમાત્ર માંગણી છે કે કોન્ટ્રાક્ટ ભલે બદલાયો હોય, પરંતુ તેમની નોકરી અને વેતન ચાલુ રહેવા જોઈએ, કારણ કે તેમનો પરિવાર માત્ર આ આવક પર જ નિર્ભર છે.

સ્થિતિ વણસતી જોઈને તાત્કાલિક રાજકોટની ધોરાજી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને પક્ષો – છૂટા થયેલા કામદારો અને નવા કોન્ટ્રાક્ટર – વચ્ચે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે કામદારોને શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરી હતી. જોકે, આ વિવાદનો કાયમી ઉકેલ લાવવો જરૂૂરી છે. નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતે હસ્તક્ષેપ કરીને એવો માર્ગ શોધવો જોઈએ જેથી આ છૂટા થયેલા 70 કામદારોની રોજગારી પુન:સ્થાપિત થઈ શકે અને કચરાના નિકાલ જેવી આવશ્યક સેવા પણ ખોરવાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *