Connect with us

ગુજરાત

ભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદ

Published

on

મનપાના ટીપીઓ પંડ્યાની અધ્યક્ષતામાં લેન્ડ ડિસ્પોઝલ કમિટિએ એજન્સીએ આપેલા ભાવ ઓછા હોવાનું કહી યોજના હાલ પૂરતી બંધ કરી

અબજોની જમીન માત્ર 103 કરોડમાં ક્યુબ ક્ધસ્ટ્રકશનને આપવાનો તખ્તો તૈયાર થયા બાદ મ્યુનિ. કમિશનર ડી.પી. દેસાઈએ ટેન્ડર પેન્ડિંગ રાખી કમિટી પાસેતપાસ કરાવ્યા બાદ પગલું લીધું

રાજકોટ શહેરને રળિયામણું બનાવવા માટે સ્લમ વિસ્તારો દૂર કરી તે સ્થળે પી.પી.પી. ધોરણે આવાસ યોજના બનાવવાની કેન્દ્ર સરકારની યોજનાને પ્રોત્સાહન આપી અનેક જગ્યાએ પીપીપી ધોરણે આવાસ યોજના બનાવી ઝુપડપટ્ટી દૂર કરવામાં આવી રહી છે. પરંતુ અમુક આવાસ યોજનામાં કૌભાંડો થયાની પણ ચર્ચા અગાઉ થઈ ચુકી છે. તેવુ જ નાનામૌવા પાસે આવેલ ભીમનગર પીપીપી આવાસ યોજનાના ટેન્ડરમાં પણ થયું છે.

વર્ષો પહેલા આ જગ્યા ઉપરથી ઝુપડાઓ દુર કરી પીપીપી ધોરણે આવાસ બનાવી અસરગ્રસ્તોને આવાસ ફાળવી બાકીની જગ્યા બિલ્ડરને આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ જેની અમલવારીમાં વર્ષો લાગી ગયા બાદ થોડા સમય પહેલા આ જમીન માટે ક્યુબ ક્ધટ્રક્શન કંપનીએ સૌથી વધુ 103 કરોડનું ટેન્ડર ભર્યુ હતું. પરંતુ વર્ષો બાદ આ જગ્યાના ભાવ વધી જતાં મ્યુ. કમિશનર ડી.પી. દેસાઈને વધુ ભાવ આવશે તેવુ સમજાતા આ ટેન્ડર લેન્ડ ડિસ્પોઝલ કમિટિને સોંપવામાં આવેલ જેનો અભ્યાસ કર્યા બાદ કમિટિએ એજન્સીએ આપેલા ભાવ બહુ ઓછા હોવાનું કહીયોજના હાલ પુરતી બંધ કરી ટેન્ડર રદ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.


કમિશનર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ થોડા સમય પહેલા ભીમનગર પીપીપી આવાસ યોજનાના ટેન્ડર પૈકી ક્યુબ ક્ધટ્રક્શન કંપનીનું સૌથી વધુ 103 કરોડનું ટેન્ડર આવેલ છતાં આ જમીનનો ભાવ રૂા. 500થી 600 કરોડ હોવાનો અંદાજ તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોનો વિરોધ સહિતના પરિબળોનાકારણે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ ટેન્ડર પેન્ડિંગ રાખી લેન્ડ ડિસ્પોઝલ કમિટિને તપાસ માટે મોકલ્યું હતું. મનપાના ટીપીઓ પંડ્યાની અધ્યક્ષતામાં લેન્ડ ડિસ્પોઝલકમિટિએ આટેન્ડરનો અભ્યાસ કર્યા બાદ હાલની જમીનની કિંમત વધુ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી હાલ પુરતી આ યોજનાબંધ કરી ટેન્ડર રદ કરવાનો રિપોર્ટ આપતા મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડર રદ કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. તેમ જણાવ્યું હતું.


રાજકોટમાં વેસ્ટઝોનમાં સતત વિકાસના પગલે પ્રાઈમ લોકેશનમાં આવી ગયેલા ભીમનગર વિસ્તારની પ્રજાની માલિકીની 56,092 ચો.મી.જમીન માટે માત્ર રૂૂા. 103 કરોડનું પ્રિમિયમ આપવાની ઓફર આવતા દેખીતી રીતે જ પ્રજાને આશરે રૂૂા.પાંચસો કરોડનું નુક્શાન જઈ રહ્યું હોવા છતાં આ ઓફર વહ કરવાને બદલે મનપાના અધિકારીઓએ તેને પેન્ડીંગ રાખેલ હતી. જેનો નિર્ણય આવતા હવે આ યોજના પડતી મુકવામાં આવી છે.
મહાનગરપાલિકાના પીપી વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ઈ.સ. 2014થી નાનામવા રોડ પર જયભીમનગરમાં પી.પી.પી.આવાસ યોજના લાગૂ કરવા પ્રયાસ થયો હતો.

મનપાની યોજના સામે લોકોનો પ્રચંડ વિરોધ ઉઠર્યાં ન છતાં તે વખતે સત્તાધીશોએ માત્ર 445 1 આવાસો બનાવવાની જવાબદારી સાથે ગી આ અબજોની જમીન માત્ર 1 રૂૂા.63,61,78, 140માં આપવા ક્યુબ 1 ક્ધસ્ટ્રક્શનને આપવા નિર્ણય લીધો હતો. 45 સતત ઉગ્ર વિરોધના પગલે 9 વર્ષ સુધી આ યોજના અમલી થઈ ન્હોતી. આ સ્થિતિ બાદ સાહજિક રીતે પૂર્વ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ સહિત સત્તાધીશોએ આ સ્થળે પી.પી.પી.યોજના રદ કરવાને બદલે અને સ્લમ સુધારણા કરવી જ હોય તો ત્યાં મનપા દ્વારા કાર્યવાહી કરવાને બદલે ગત તા.15-2-2024થી તા.5-3-2024 સુધી ધરાર ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ, ટેન્ડરો પેન્ડીંગ રાખી દેવાયા હતા.

બાદમાં હાલના કમિશનર દેવાંગ દેસાઈ પાસે આ હવાલો આવતા તેમના માર્ગદર્શનમાં ગત તા.29 જૂને ટેન્ડરો ખોલાતા જેમાં સૌથી મોટી રકમની ઓફર જે.પી.સ્ટ્રક્ચર પ્રા.લિ.દ્વારા માત્ર રૂૂમ. 103.06 કરોડની આવી હતી. આ સામે જમીનની કિંમત આશરે રૂૂા. 600થી 700 કરોડની અંદાજાય છે અને મોટાભાગની જમીન બિલ્ડરને ડેવલપમેન્ટ માટે મળવાની છે અને ઉપરથી વધુ એફ.એસ.આઈ. પણ મળે છે. આથી મનપા અને પ્રજાને કરોડોનું નુક્શાન જાય અને ભ્રષ્ટાચાર થઈ શકે તેવી આ ઓફર રદ કરવાને બદલે ગત તા. 1-8- 2024ના આશ્ચર્યજનક રીતે આ ભાવ બરાબર છે કે કેમ તે જાણવા લેન્ડ ડિસ્પોઝલ કમિટિને મોકલવામાં આવેલ અને કમિટિના સર્વેમાં આ જગ્યાની કિંમત 600થી 700 કરોડ હોવાનું જણાવી યોજના રદ કરવાનો રિપોર્ટ આપતા મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાના આદેશ આપ્યા હોવાનુ જાણવા મળેલ છે.

મંજૂર થયેલ અન્ય પીપીપી યોજનાની ખાનગી રાહે તપાસ શરૂ
મહાનગરપાલિકા દ્વારા સ્લમ વિસ્તારોમાં પીપીપી આવાસ યોજના ધડોધડ મુકવામાં આવી રહી છે. જેમાં ભીમનગર પીપીપી આવાસયોજનામાં મોટા કૌભાંડની આશંકાએ લેન્ડ ડિસ્પોઝલ કમિટિએ તપાસ કરી અબજો રૂપિયાની જમીન મફતના ભાવમાં દેવાતી હોવાનું જણાવી યોજના રદ કરવાનો રિપોર્ટ કર્યો છે. ત્યારે હાલમાં ચાલુ તેમજ અગાઉ આપવામાં આવેલ પીપીપી યોજનાની પણ ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું અંગત સુત્રોમાંથી જાણવા મળેલ છે.

સોનાની લગડી જેવા સ્લમ વિસ્તારોમાં જ યોજના શા માટે ?
મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની સ્લમ વિસ્તારોના પુનર્વસન માટેની પીપીપી આવાસયોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યાર સુધીમાં થયેલ તમામ પીપીપી આવાસ યોજના પ્રાઈમ લોકેશન વાળા વિસ્તારોમાં જ સાકાર પામી છે. જેની સામે છેવાડાના તેમજ ખરેખર સ્લમ વિસ્તારો હોય અને આ વિસ્તારોનીજમીનોના ભાવ તળિયે હોય તેવા સ્લમ વિસ્તારોમાં આજ સુધી પીપીપી આવાસ યોજના શા માટે લાગુ કરવામાં આવી નથી. તેવી પણ ચર્ચા જાગી છે.

ક્રાઇમ

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!

Published

on

By

દિવાળીના તહેવારોમાં પત્ની સાથે રાજકોટ આંટો મારવા આવેલા યુવાનને યુવતી જોઇ જતા ભાંડો ફૂટયો, ધરપકડ

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચે પ્રેમ સંબંધ બાંધી ગૌતમ સોલંકી નામના શખ્સે અનેકવાર દુષ્કર્મ ગુજારી બાદ અમદાવાદ સ્થાયી થઈ ગયો હતો અને ત્યાં ત્યકતા સાથે લગ્ન કરી લીધાં હતાં.બાદમાં રાજકોટ પત્ની આંટો મારવા આવેલા યુવાનને અન્ય મહિલા સાથે યુવતી જોઈ જતાં ભાંડો ફૂટ્યો હતો અને યુવતી પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા પહોંચી હતી.મળતી વિગતો મુજબ,રેલનગરમાં આવેલ એક ટાઉનશીપમાં રહેતી 24 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગૌતમ ઘનશ્યામભાઈ સોલંકી (ઉ.વ.28, રહે. રેલનગર, હાલ અમદાવાદ) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવતીને રેલનગર વિસ્તારમાં રહેતા આરોપી ગૌતમ સાથે આંખો મળી જતા પ્રેમ થયો હતો. બંને છેલ્લા સાત વર્ષથી પ્રેમમાં હોય જેથી બંને ફોનમાં નિયમિત વાત કરતાં હતાં. આરોપી ગૌતમ યુવતીને લગ્નની લાલચ આપી તેને શહેરની અલગ-અલગ હોટલમાં અવારનવાર હવસનો શિકાર બનાવતો હતો.એક વર્ષ પહેલા આરોપી કામ ધંધા અર્થે અમદાવાદ જતો રહ્યો હતો. જયાં તેણે એક સંતાનની માતા સાથે લગ્ન કરી લીધા હતા. દરમિયાન દિવાળીના તહેવાર પર આરોપી તેની પત્નીને લઈને રાજકોટ આવ્યો હતો. ત્યારે યુવતીને તે બાબતની જાણ થતાં યુવતી આરોપીના ઘરે પહોંચતા આરોપીએ લગ્ન કરી લીધા હોવાની જાણ થઈ હતી. જે બાદ બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. બાદમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસના પીઆઈ ઝણકાટ અને રાઇટર મન્સુરશાએ આરોપી ગૌતમ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

ગુજરાત

બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!

Published

on

By

બેડી ચોકડી પાસેની કરુણ ઘટના: પરિવારમાં શોક, કારચાલકની શોધખોળ

બેડી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવેલ ફોર્ચ્યુનર કારના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઇકમાં સવાર દંપતી ફંગોળાયું હતું અને ગર્ભવતી મહિલાનું બાળક મીસ કેરેજ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે બી. ડિવિઝન પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર વેલનાથપરા ભાગ-2 માં રહેતાં મહાદેવભાઈ મનજીભાઈ ગોરૈયા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં કાળા કલરની ફોર્ચ્યુનર કાર નં. જીજે-18-ઈબી-7879 ના ચાલકનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઇમિટેશનનુ કામ કરે છે અને તેમના લગ્ન છ વર્ષ પહેલાં કિંજલબેન સાથે થયેલ અને સંતાનમાં ચાર વર્ષની દિકરી છે. તેમની પત્નીને ચાર માસનો ગર્ભ હતો.ગઇ તા.08 ના તેઓ પત્ની સાથે રાત્રીના અગિયારના વાગ્યાના આસપાસ ઘરેથી નીકળી નકળંગ પાર્કમાં રહેતાં તેમની માસીના દિકરા ઘનશ્યામભાઈના ઘરે ગયેલ અને ત્યાથી બેસીને ગઈ તા.09 ના ઘરે જવા માટે નીકળેલ અને દોઢક વાગ્યાની આસપાસ તેઓ દંપતી બાઇકમાં ઘરે પરત જતા હતા ત્યારે બેડી ચોકડી પહેલા જોનસ હોસ્પિટલ સામે રોડ ઉપર પહોચતા પાછળથી ધડાકા સાથે એક ગાડીએ ટક્કર મારેલ જે અકસ્માતને કારણે બંને રોડ ઉપર પછડાયેલ હતાં.
પાછળથી અકસ્માત કરનાર ગાડીની ટક્કર એટલી જોરથી લાગેલ કે, તેમની પત્ની હવામાં ઉલળીને પડેલ અને તે પણ ફંગોળાઇ ગયો હતો.બનાવમાં તેમની પત્નિ અને તેઓને ગંભીર ઈજા થયેલ હતી. યુવાનને માથામાં અને હાથ-પગમાં ઇજા થયેલ જ્યારે પત્ની કિંજલબેનને માથામાં તેમજ કમરના ભાગે ઇજા થયેલ હતી. બંને ઉભા થવાની સ્થિતીમા પણ ન હતા.


તે સમયે જોયેલ તો એક કાળા કલરની ફોરર્યુનર કાર ઉભી હતી.જેમાં સામાન્ય નુકસાન થયેલ હતુ. ગાડીનો ડ્રાઇવર ફરાર થઇ ગયેલ હતો. તેમની પત્નીને 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.ત્યાંથી તેમની પત્નીને ચાર માસનો ગર્ભ હોય જેથી ઝનાના હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાઈ તો ત્યાં તબીબે મિસ ડિલિવરી થઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પરીવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફોર્ચ્યુનર કારના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

Continue Reading

ગુજરાત

સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો

Published

on

By

શહેરની સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડતી દવા અંગેની હાલાકી તેમજ અપુરતી સુવિધાઓ બાબતે તાકીદે યોગ્ય કરવાની માંગ કરતું એક આવેદન આજે કોંગ્રેસના આગેવાનોએ સિવિલ હોસ્પીટલના તબીબી અધિક્ષકને આપ્યું હતું.


ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મહીલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, ડો.ધરમ કાંબલીયા, મેઘજીભાઇ રાઠોડ, અશોકસિંહ વાઘેલા તેમજ ગજેન્દ્રસિંહ ઝાલા વિ. કોંગ્રેસના આગેવાનોએ સિવિલમાં દોડી જઇને તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયાને આવેદન આપ્યું હતું.
રાજકોટ પી.ડી.યુ. સરકારી સિવિલ હોસ્પીટલમાં રાજય સરકારની આરોગ્ય વિભાગમાં ચાલતી મીલીભગત ભ્રષ્ટાચારના કારણે દિવસે દિવસે કથળતો વહીવટ, કાયમી સિવિલ સર્જન વગરના હંગામી પ્રવાસી સિવિલ સર્જનથી ચાલતી સૌરાષ્ટ્રની એક માત્ર વિવિધ સુવિધાઓ ધરાવતી કરોડો રૂૂપિયાની આધુનીક સારવાર માટેની મશીનરી અને ઉપકરણો, વિશાળ બીલ્ડીંગો ધરાવતી હોસ્પીટલના સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પી.ડી.યુ. હોસ્પીટલમાં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરે છે.


આ બાબતના વિવિધ મુદ્દાઓની રજુઆત ગત તા. 26/09/2024 વિસ્તૃત પત્ર સાથે તબીબી અધિક્ષકને પાઠવેલ પરંતુ સિવિલ હોસ્પીટલના નિંભર તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ નથી. રાજયના આરોગ્ય કમિશ્નર સહિતના અધિકારીઓની પી.ડી.યુ. હોસ્પીટલની મુલાકાતો, આગતા-સ્વાગતા તેમજ સરકારના મંત્રીથી લઈ ઘારાસભ્યો, સંસદ સભ્યોઓને સાચવવામાં જ હોસ્પીટલ તંત્ર વ્યસ્ત રહે છે. જેના પરીણામે સિવિલ હોસ્પીટલમાં ડાયાબીટીસ, થેલેસેમીયા, હડકવા સહિત અનેક જીવન રક્ષક દવાઓની તેમજ ઓર્થો વિભાગમાં પણ અનેક વસ્તુઓની અછત જોવા મળે છે.

લાખો રૂૂપિયાનો ખર્ચ છતાં અતી મહત્વની ફાયર સેફટી સીસ્ટમ ફેલ ગઈ છે. ત્યારે હોસ્પીટલના વિભાગો દ્વારા જે પ્રકારની દવાઓ મેડીકલ સુવિધાના સાધનો, ઓ.ટી. (ઓપરેશન) માટેની સુવિધા માટેના તમામ પ્રકારની માંગણી પેન્ડીંગ હોય તેનો સત્વરે નિકાલ કરવા રાજય સરકારના આરોગ્ય વિભાગ પાસે કરવામાં આવેલ માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા જીવન રક્ષક દવાઓની જરૂૂરી રસી, ઈન્જેકશનો સહિત થેલેસેમીયા, બી.પી., ડાયાબીટીસ, હડકવા જેવી દવાઓની કાયમી અછત નિવારવા પગલાઓ ભરવા તેમજ ફાયર સેફટીના નામે કરવામાં આવેલ વગર ટેન્ડરના ખર્ચની કામગીરીમાં ચુકવાયેલ નાણા વાપરવામાં આવેલ ફાયર સેફટીના સાધનોની ગુણવતા તેમજ હાલ ફાયર સેફટીના સાધનોનો ક્ધડમ હાલતમાં છે તેની કારણોની તપાસ કરી જવાબદાર એજન્સી આ કામના જવાબદાર અધિકારીઓ કે વિભાગ સામે તાજેતરની આગના બનાવની ઘટનાને ધ્યાને લઈ કાર્યવાહી કરવા મા્ંરગણી કરાઇ છે.

Continue Reading
રાષ્ટ્રીય24 seconds ago

દિલ્હીની હવા બની છે ઝેરી, 8 વિસ્તારોમાં AQI 400ને પાર; GRAP-3લદલદનો આજથી અમલ

આંતરરાષ્ટ્રીય10 minutes ago

શેરબજારમાં આજે કોઈ કારોબાર નહીં થાય, કરન્સી માર્કેટ સહિત બધુ જ રહેશે બંધ

રાષ્ટ્રીય15 hours ago

‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો

રાષ્ટ્રીય15 hours ago

શિયાળાની ઋતુમાં કયા ક્યાં મસાલાનું મિશ્રણ બેસ્ટ છે,જાણો

મનોરંજન16 hours ago

કાર્તિક આર્યનની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, જાણો કઈ છે આ મુવી

ક્રાઇમ17 hours ago

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!

આંતરરાષ્ટ્રીય17 hours ago

સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ, ટ્રમ્પ અને બાઇડનની વ્હાઇટ હાઉસમાં મુલાકાત

રાષ્ટ્રીય17 hours ago

મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે કોંગ્રેસની દાવેદારીથી મહાગઠબંધનમાં હલચલ

ગુજરાત17 hours ago

બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!

Uncategorized17 hours ago

25 મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરી છે, હવે તારો વારો

રાષ્ટ્રીય2 days ago

સેન્સેક્સમાં 1100, સોનામાં 1900 અને ચાંદીમાં 3500નો કડાકો

ક્રાઇમ2 days ago

ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત

ગુજરાત2 days ago

હીરા ઉદ્યોગમાં વેકેશન અઠવાડિયું લંબાવાયું

ક્રાઇમ2 days ago

ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો

રાષ્ટ્રીય20 hours ago

ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન

ગુજરાત2 days ago

બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ

ગુજરાત2 days ago

સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

ગુજરાત2 days ago

જેટ પેચરના પેચવર્ક કામમાં લોલંલોલ, એજન્સી પાસે ફરીથી કામ કરાવાયું

ગુજરાત2 days ago

વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન તા.17મીએ 1.15 કલાક મોડી દોડશે

ગુજરાત2 days ago

વેસ્ટ ઝોનમાં 39.47 કરોડના નવા પેવર રોડ બનશે

Trending