Connect with us

ક્રાઇમ

તારા બાપને કહે કેસ પાછો ખેંચી લે, નહીંતર એસિડ નાખી તારું મોઢું બગાડી નાખીશ

Published

on

રાજકોટમાં ચાર વર્ષથી માવતરે રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ સહીતના સાસરીયા વિરૂધ્ધ ત્રાસની ફરીયાદ નોંધાવી હતી. માવતરે આવ્યા બાદ ભરણપોષણનો કેસ કરતા પતિ ‘તારા બાપને કહે કેસ પાછો ખેંચી લે, નહીંતર એસીડ નાખી તારૂ મોઢું બગાડી નાખીશ’ તેવી ધમકી આપતો હતો.


જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યુ મહાવીર પાર્કમાં રહેતી કૃપાબા નિર્મળદાન બાટી (ઉ.વ.25) નામની પરિણીતાએ મહીલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા તેના પતિ નિર્મળદાન વિનોદભાઇ બાટી, સાસુ નિરૂબા, સસરા વિનોદભાઇ રામદાન બાટી અને નણંદ સ્વીટી રાહલ પિઠુના નામ આપ્યા છે.


ફરીયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2019માં લગ્ન થયાના બીજા જ દિવસથી પતી સહીતના સાસરીયા ત્રાસ આપતા હતા. નણંદ પણ માર મારતા હતા. બે હજાર રૂપીયાની નોટ ખોવાઇ જતા પતિએ ઝઘડો કરી ગળુ દબાવ્યું હતું. બાદમાં તેણીએ હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જેથી સાસરીયાઓએ તેને માવતરે મુકી ગયા બાદ તેડી ન જતાં તેણીએ ભરણ-પોષણનો કેસ કરતા પતિ ‘તારા બાપાને કહે કેસ પાછો ખેંચી લે નહીંતર એસીડ નાખી મારૂ મોઢું બગાડી નાખીશ’ તેવી ધમકી આપતો હતો તથા સમાજમાં બદનામ કરતા બોગસ ઇન્સ્ટ્રા આઇડી બનાવી ફોટા અને મેસેજ વાયરલ કરવાની ધમકી આપતો હતો.આ અંગે મહીલા પોલીસે પરિણીતાની ફરીયાદ પરથી પતી સહીતના સાસરીયા વિરૂધ્ધ ગુનો નોનધી પોલીસે તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ

રાજકોટમાં સોની વેપારીને છરીના ઘા ઝીંકી ફેંકી દીધા

Published

on

By

સિગારેટ પીવા નીકળેલા પ્રૌઢ ઉપર જીવલેણ હુમલો કરી ITI પાસે ફેંક દીધા: રાતભર કણસી રહેલા વેપારીને સવારે સારવારમાં ખસેડાયા


રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય અને ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ ક્રાઈમનો ગ્રાફ દિવસે દિવસે ઉછળી રહ્યો છે. જેમાં વધુ એક ઘટનામાં મૂળ ધ્રોલના વતની અને હાલ રાજકોટમાં રહેતા સોની વેપારી રાત્રીના સમયે ઓટોરિક્ષામાં સિગારેટ પીવા નીકળ્યા બાદ આઈટીઆઈ હોસ્ટેલ પાસેથી છરીના ઘા ઝીંકેલી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. રાતભર કણસી રહેલા વેપારીને સવારે સારવારમાં ખસેડાયા હતા. વેપારી ઉપર હુમલો કરી લોહી લુહાણ હાલતમાં ફેંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં પ્રહલાદ પ્લોટ 10માં રહેતા સોની વેપારી ભુપેનભાઈ મણિલાલ આડેસરા નામના 45 વર્ષના પ્રૌઢ ભારતનગર રોડ ઉપર આવેલી આઈટીઆઈ પાસેથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અને થોરાળા પોલીસે પ્રૌઢનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


પ્રાથમિક પૂછપરછમાં ભુપેનભાઈ આડેસરા મૂળ ધ્રોલના વતની છે અને હાલ રાજકોટમાં પ્રહલાદ પ્લોટમાં એકલા રહી સોની બજારમાં દુકાન ધરાવી વેપાર કરે છે અને રાત્રીના સમયે ઓટો રીક્ષામાં સિગારેટ પીવા માટે નીકળ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી પેટના ભાગે ચાર, બને હાથના કાંડા પર અને ગળાના ભાગે મળી કુલ સાત જેટલા ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભુપેનભાઈ આડેસરાને લોહી લુહાણ હાલતમાં ભારતનગર મેઇન રોડ ઉપર આઈટીઆઈ હોસ્ટેલ પાસે ફેંકી દીધા હતા રાતભર કણસી રહેલા પ્રૌઢને સવારે કોઈ વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં પડેલા જોઈ જતા 108 ને જાણ કરી સારવારમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ધ્રોલ ખાતે રહેતા ભુપેનભાઈ ઓડેસરાના પરિવારને જાણ કરતા પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા સોની વેપારી ઉપર હુમલો કરવાનું કારણ જાણવા અને હુમલાખોરોને ઝડપી લરવા થોરાળા પોલીસ મથકના એએસઆઇ ભાવેશભાઈ સહિતના સ્ટાફે તપાસનો દોર લંબાવ્યો છે.

Continue Reading

ક્રાઇમ

ભાયલી ગેંગરેપ કેસમાં 11 દિવસમાં જ 5 આરોપી સામે 6 હજાર પાનાનું ચાર્જશીટ

Published

on

By


વડોદરાના ભાયલી વિસ્તારમાં બીજા નોરતાની રાત્રે સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ માત્ર 11 દિવસના ગાળામાં જ પાંચ આરોપીઓ સામે 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં મુકી છે. આ કેસમાં પોલીસે કુલ 5 વિધર્મી આરોપી ઓની ધરપકડ કરી છે.


વડોદરા માટે કલંકરૃપ આ ઘટનામાં પ્રારંભમાં તાલુકા પોલીસે તપાસ કરી હતી. જે બાદ એસ. પી. રોહન આનંદની અધ્યક્ષતામાં સીટની રચના કરાઇ હતી. સીટમાં તપાસ અધિકારી તરીકે ડી વાયએસપી બળવંતસિંહ ચાવડાએ ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરીને આરોપીઓને ઘટનાના ચાર દિવસમાં જ શોધી કાઢીને ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. આ સમયે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી જેની સામે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસે ફરીથી રિમાન્ડની અરજી કરતા કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


6 દિવસની પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચ આરોપીઓ પાસેથી સીટે તમામ માહિતીઓ મેળવીને આરોપનામુ ઘડી કાઢ્યુ છે. કુલ 6000 પાનાના આરોપનામા (ચાર્જશીટ)માં 100થી વધુ સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મેડિકલ અને ફોરેન્સીક પુરાવાઓ સાથે ટેકનિકલ પુરાવાઓને પણ સંલગ્ન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત તા.4 ઓક્ટોબરે બીજા નોરતાની રાત્રે ભાયલીના સીમ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરાને ઝાડીમાં લઇ જઇને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું. બે બાઇક ઉપર આવેલા પાંચ આરોપીઓ પૈકી બે આરોપી જતા રહ્યા હતા જ્યારે 3 આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને ગેંગરેપ, પોક્સો, લૂંટ સહિતની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે.

Continue Reading

કચ્છ

કચ્છમાં સગીરા દુષ્કર્મ પ્રકરણ : જીયાદે જીગર બની 28 યુવતીઓને ફસાવી હોવાનો ધડાકો

Published

on

By

ફેસબુક એકાઉન્ટ પરથી 22 હિન્દુ અને 6 ક્રિશ્ર્ચન યુવતિને મેસેજ કર્યાના પુરાવા મળ્યા

દુષ્કર્મ, પોક્સો, ધર્મ પરિવર્તન અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો, ષડયંત્રમાં ત્રણના નામ ખુલ્યા

માંડવી તાલુકાના ગોધરાની કિશોરીને ખોટુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ આચરી નિકાહ કરવા ધર્માંતરણ કરવા માટે દબાણ કરનાર પુનાના આરોપીની પોલીસે અટકાયત કરી લીધા બાદ રિમાન્ડ દરમિયાન ચોકાવનારા ખુલાસા થયા છે.આરોપીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી 28 હિન્દુ અને ક્રિશ્ચન યુવતીઓને મેસેજ કરેલા હોવાનું સામે આવતા હવે સમગ્ર પ્રકરણ વ્યવસ્થિત સુઆયોજિત ષડયંત્ર હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.જેમાં અન્ય ત્રણ આરોપીઓની પણ સંડોવણી હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે.


ભુજ સાયબર પોલીસ મથકે પુનાના આરોપી જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખ વિરુદ્ધ દુષ્કર્મ,પોક્સો,ધર્મ પરિવર્તન અને એટ્રોસીટીની કલમો તળે ગુનો નોધાયો હતો.આરોપીએ પોતે જીગર નામ ધારણ કરી ગોધરાની કિશોરીને ટાર્ગેટ કરી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યો હતો.જે બાદ બન્ને વચ્ચે લગ્નની વાત આવતા આરોપીએ તેની ઓળખ છતી કરી પોતે જીગર નહિ પણ જીયાદ છે અને લગ્નને બદલે ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા માટે દબાણ કર્યો હતો.જે મામલે પોલીસે આરોપીની અટકાયત કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ મામલે તપાસ કરનાર એસસીએસટીસેલના ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચને જણાવ્યું કે,તપાસ દરમિયાન આરોપીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી 28 યુવતીઓને હાય લખીને મેસેજ કર્યો હતો.જેમાંથી 22 યુવતીઓ હિન્દુ અને 6 યુવતી ક્રિશ્ચન હોવાનું સામે આવ્યું છે.કેટલીક યુવતીઓએ આરોપીના મેસેજનો રીપ્લાય પણ આપ્યો હતો.આરોપીના મોબાઈલમાંથી મળેલી વિગતો પણ ચોકાવનારી છે.આ સમગ્ર ષડયંત્રમાં આરોપી સાથે અન્ય 3 જેટલા ઈસમો પણ સંડોવાયેલા હોવાની વિગતો મળી રહી છે.હાલ પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને અન્ય આરોપીઓને ઝડપી લેવા પણ ચક્રો ગતિમાન કરાયા છે.

Continue Reading
રાષ્ટ્રીય12 mins ago

શેરબજારમાં સતત કડાકા, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો

ગુજરાત13 mins ago

રાજકોટમાં હૃદય બેસી જતાં મહિલા સહિત 6નાં મોત

ગુજરાત17 mins ago

રાજકોટ-જામનગર હાઇવે પર મોટા વાગુદડ પાસે ટેન્કરચાલકને ચાલુ વાહને હાર્ટએટેક આવતા મોત

ગુજરાત19 mins ago

કોઈ હોસ્પિટલ આયુષ્માન કાર્ડના દર્દીને દાખલ ન કરે તો મનપામાં ફરિયાદ કરાશે

ગુજરાત21 mins ago

બાર કાઉન્સિલને હાઇકોર્ટનો આદેશ, કાયદા શાખાના વિદ્યાર્થીઓને સનદ આપો

ગુજરાત24 mins ago

ગાંધીનગર મેરીટાઈમ બોર્ડની ઓફિસમાં પોલીસના દરોડા

ગુજરાત25 mins ago

સરકારી કચેરીઓમાં બીજા દિવસે પણ ‘હેલ્મેટ’ ડ્રાઇવ: 350થી વધુ દંડાયા

મનોરંજન1 hour ago

ફરી જોવા મળશે ‘કરણ-અર્જુન’ની જોડી, ફરી રીલીઝ થશે સલમાન-શાહરુખ ખાનની આ બ્લોકબસ્ટર ફિલ્મ

આંતરરાષ્ટ્રીય2 hours ago

સમજૂતી બાદ આર્મી ચીફનું પહેલું નિવેદન, જાણો ચીને શું કર્યું

ગુજરાત2 hours ago

ઉભરતી પ્રતિભા: ડીલીસિયસ કોફીના વ્યવસાય સાથે યુવાઓને ટક્કર આપતી રોઝ ટીલવા

ગુજરાત22 hours ago

રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને આપી દિવાળીની ભેટ, 17700થી વધુ કર્મચારીઓને મળશે આટલું બોનસ

આંતરરાષ્ટ્રીય22 hours ago

LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી,જાણો અન્ય કયા મુદ્દા પર સમજૂતી થઈ હતી

આંતરરાષ્ટ્રીય23 hours ago

EVM હેક કરી શકાય છે, એલોન મસ્કે વિવાદ છેડ્યો

ગુજરાત23 hours ago

રિક્ષાચાલકની લુખ્ખાગીરી, વકીલને અડફેટે લીધા, ઠપકો આપતા હુમલો ર્ક્યો

ગુજરાત23 hours ago

હેલ્મેટ-સીટ બેલ્ટ માટે ટ્રાફિક ડ્રાઇવ યોજવા RTOને સૂચના

રાષ્ટ્રીય1 day ago

તોફાની શરૂઆત બાદ અચાનક શેરબજાર તૂટ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો

ગુજરાત23 hours ago

ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે મહાસંમેલન યોજાશે

ગુજરાત23 hours ago

કોઠારિયા સોલવન્ટમાં આધેડને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

ક્રાઇમ23 hours ago

મિત્ર દવાખાનાની લાઇનમાં ઊભો છે, પૈસાની જરૂર છે કહી ગઠિયાએ ખાતામાં 23 હજાર ટ્રાન્સફર કરાવી લીધા

ગુજરાત23 hours ago

શહેરમાં વધુ 25 ઇંચ વરસાદ, સીજનનો કુલ 56.5 ઇંચ

Trending