ધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયો

રૂા. 20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો તા. 03/11/2024 ના રાત્રીના આઠેક વાગ્યે થી પોણા દશ વાગ્યા દરમ્યાન ફરી ના શેઠના પોતાના હવાલા વાળુ હીરો કંપનીનું હીરો…

રૂા. 20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો

તા. 03/11/2024 ના રાત્રીના આઠેક વાગ્યે થી પોણા દશ વાગ્યા દરમ્યાન ફરી ના શેઠના પોતાના હવાલા વાળુ હીરો કંપનીનું હીરો સ્પેલન્ડર મોટરસાઇકલ જેના રજી.નંબર-ૠઉં-03-15-2495 વાળુ જેની કિ.રૂા.20,000નુ એમ મળી 20,000ના મુદામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ લખાવતા જે ફીરયાદ ધોરાજી તાલુકા પો.સ્ટે. એ- પાર્ટ ગુ.ર.નં. 11213095 240411/2024 બી.એન.એસ.કલમ 303(2) મુજબનો ગુનો રજી. થયેલ હોય ઉપરોક્ત બનાવ બનેલની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા જેતપુર વિભાગ જેતપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવમા સંડોવાયેલ આરોપીને તાત્કલીક પકડી પાડવા સખત સુચના કરવામાં આવેલ જે અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. એલ.આર.ગોહિલ નાઓએ તાત્કાલીક ધોરાજી તાલુકા પોલીસનાં સર્વેલન્સ ટીમનાં માણસોને તાત્કાલીક આરોપી પકડી પાડવા સુચના આપેલ જેથી હ્યુમન સોર્સની મદદથી કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર પાસેથી હક્રિકતના આધારે મોટરસાયકલ શોધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *