આગામી વર્ષના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પણ સુકાની પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જયારે અક્ષર પટેલને વાઇસ-કેપ્ટન બનાવ્યો છે, ઈશાન સિંહ અને રિંકુ સિંહનો સમાવેશ કર્યો છે. સંજુ સેમસન પણ ટીમનો ભાગ છે.
ટી-20 વર્લ્ડકપની ટીમ પસંદ કરવા માટે અજિત અગરકર, સૂર્યકુમાર યાદવ, આરપી સિંહ સહિતના સભ્યોની બીસીસીઆઈએ બેઠક યોજી હતી. જેમાં ટીમ પસંદગી અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. T20 વર્લ્ડ કપ 2026 માટે, ટીમ ઈન્ડિયાને એ જ ખેલાડીઓ મળ્યા છે જેમણે દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણીમાં રમ્યા હતા.
T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરિણામે, પસંદગીકારોએ તેમને વર્લ્ડ કપ ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ અને ઈશાન કિશન (વિકેટકીપર).
