પોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક, માનસિક તથા જાતીય ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.શિક્ષિકાની ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલાએ…

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક, માનસિક તથા જાતીય ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.શિક્ષિકાની ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલાએ અગાઉ પણ પોતાના પતિ તથા સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી, જે મામલો કોર્ટમાં ચાલુ હોવાનું જણાવાયું છે. ત્યારબાદ ફરીથી સાથે રહેવા તથા અગાઉનો કેસ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પતિ દ્વારા પરિવારજનો સામે ખોટા કેસ કરવાની તથા જેલમાં મોકલી દેવાની ધમકીઓ આપી ફરિયાદ પરત ખેંચવા માટે બ્લેકમેઇલ કરવામાં આવતું હતું.

ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવાયું છે કે, પતિ દ્વારા ફોનમાં પોર્ન વીડિયો જોવામાં આવતો હતો અને ફરિયાદી મહિલાને પણ તે પ્રકારના વીડિયો જોવા માટે કહેવામાં આવતું હતું. આ દરમિયાન મહિલાના શરીરના અંગો અંગે અશ્ર્લીલ અને બિભત્સ ટિપ્પણીઓ કરી તેની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પ્રકારના વર્તનને કારણે માનસિક તેમજ જાતીય ત્રાસ સહન કરવો પડ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ, વારંવારના માનસિક ત્રાસને કારણે તેની તબિયત પર પણ ગંભીર અસર થઈ હતી અને પેનિક એટેક જેવી સ્થિતિ સર્જાતી હતી. આવી સ્થિતિ દરમિયાન પતિ દ્વારા સારવાર કરાવવાની ના પાડવામાં આવતી હોવાનો તેમજ અપમાનજનક વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે. વધુમાં, ફરિયાદીએ ઘરેલું પરિસ્થિતિ, અલગ રહેવાની શરતો અને સંતાન અંગેના દબાણ સહિતની બાબતો પણ ફરિયાદમાં રજૂ કરી છે.

ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એક પ્રસંગે ફરિયાદી મહિલાને અગાઉનો કેસ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને પરિવારજનો સાથે પણ ઉગ્ર વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને માનસિક રીતે પરેશાન કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. ફરિયાદમાં મોબાઇલ ફોન તોડી નાખવાથી નુકસાન પહોંચાડવું તથા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત, સંબંધિત દસ્તાવેજો, મોબાઇલ ફોન તથા અન્ય સંભવિત પુરાવાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *