રાજકોટ જિલ્લામાં ગામેગામ પહોંચી હાથ ધરાશે ટીબી નાબુદી અભિયાન

ટીબી ઝુંબેશ જાગૃતિ અભિયાન માટે અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીની સંખ્યામાં અને ટીબીથી થતાં મૃત્યુના…

ટીબી ઝુંબેશ જાગૃતિ અભિયાન માટે અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે

કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીની સંખ્યામાં અને ટીબીથી થતાં મૃત્યુના દરમાં ઘટાડો કરવા માટે ગત તારીખ 7 ડિસેમ્બરથી 100 દિવસનાં ટીબી નાબુદીનાં અભિયાનનો પ્રારંભ કરાયો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં- કલેકટર પ્રભવ જોશી અને માર્ગદર્શન હેઠળ ખાસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં એક એક લોકો સુધી પહોંચવા માટે જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટીબી નાબૂદી કાર્યકમ શરૂૂ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં અલગ અલગ ગામડાઓમાં નાના-મોટે 100 પણ વધુ નાના મોટી તજાગૃતિ માટે રેલીઓ યોજવામાં આવશે.


રાજકોટ કલેકટર પ્રભવ જોશીની સૂચના અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં એક-એક લોકો સુધી પોચી વળવા માટે જીલ્લા આરોગ્ય વિભાગની ટીમો ગામે- ગામે જઈ સ્કૂલો તેમજ ગામના લોકોને ટીબી માટેની જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં તંત્ર દ્વારા બે લાખથી પણ વધુ લોકોને જાગૃતિ માટે ટેમ્પ્લેટ છાપ પવામાં આવ્યાં છે. ટીબી નાબૂદ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઝુંબેશ હાથ ધરવા માટે કલેકટર દ્વારા સુચના આપી દેવામાં આવી છે. છેલ્લામાં 50થી પણ વધુ તેમાં આરોગ્ય વિભાગ દ્વારા મનાવવામાં આવે છે અને ગામના એક-એક લોકો સુધી પહોંચીને ટીબીથી લોકોને જાગૃત કરવા માટે કલેકટર દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી જાગૃતિ તે માટે અલગ-અલગ વિસ્તારોમાં રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે.


દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા કેન્દ્ર સરકારનું અભિયાન ચાલી રહ્યું છે. હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટ દ્વારા નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક દર્દીને સારવાર ચાલે ત્યાં સુધી મહિને રૂૂ.500ની સહાય આપવામાં આવતી હતી. આ રકમ સીધી તેમના ખાતામાં જમા થતી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દર્દીને વધુ પૌષ્ટિક આહાર મળી રહે અને તેની ટીબી મુક્ત થવાની સંભાવના વધી જાય તે માટે 1લી નવેમ્બરથી આ રકમ બમણી કરવામાં આવી છે અને હવે દર્દીઓને મહિને રૂૂ.500ની જગ્યાએ રૂૂ.1000ની સહાય મળશે. ટીબી હવા મારફતે ફેલાતો ચેપી રોગ છે. એક ટીબી દર્દી ઓછામાં ઓછા 10 વ્યક્તિને ચેપ લગાડી શકે છે. રાજકોટ જિલ્લામાં 2021ની સાલમાં 2613, 2022ની સાલમાં 2815 અને 2023ની સાલમાં 2795 ટીબીના દર્દીઓ નોંધાયા છે. જ્યારે 2024ના જાન્યુઆરથી ઓક્ટોબર સુધીમાં 2459 દર્દીઓ નોંધાયા છે. દર મહિને એવરેજ 245 જેટલા દર્દીઓ ટીબીની સારવાર માટે આવે છે અને તેમને સહાયની રકમ ચૂકવવામાં આવે છે.

દત્તક યોજના હેઠળ દાતાઓ 225થી વધુ દર્દીઓને આપે છે દર મહિને પોષણક્ષમ કિટ
દર્દીઓને પોષણક્ષમ કિટ મળી રહે તે માટે દત્તક યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં દાતાઓ દ્વારા ટીબીના દર્દીઓને દત્તક લઇ દર મહિને પોષણક્ષણ કિટ આપવામાં આવે છે. જેમાં તમામ પ્રકારની દાળ, ખજૂર, ગોળ, કઠોળ, તેલ, માંડવીના દાણા, દાળિયા સહિતની ચીજવસ્તુઓ હોય છે. હાલમાં રાજકોટ જિલ્લામાં દર મહિને સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 50, સ્નેહ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 30, હ્યુમન ઓફ રાજકોટ દ્વારા 30, રોટરી ક્લબ ગ્રેટર અને મીડટાઉન દ્વારા 30, ગોંડલમાં શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 35, ધોરાજીમાં શ્રી રામધૂન મંડળ દ્વારા 30, જેતપુરમાં ખાનગી તબીબ દ્વારા 30, શાપરમાં પ્રાઇવેટ તબીબ એસોસિએશન દ્વારા 10, હોસ્પિટલના સ્ટાફ દ્વારા 15 જેટલી કિટ આપવામાં આવે છે. તેમજ એક દાતા દ્વારા દર મહિને 100 દર્દીઓને પ્રોટીન પાઉડર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *