પ્લેયર ઓફ ધ મેચ બન્યા, ટીમ ઇન્ડિયાએ સિરિઝ જીતી
અમદાવાદમાં રમાયેલી બીજી યૂથ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમને ઇન્ડિયા અંડર 19 ટીમે 10 વિકેટે હરાવી દીધું છે. ભારતીય ટીમને બીજી ઇનિંગમાં માત્ર 11 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો હતો. તેની સાથે જ ટીમ ઇન્ડિયાએ સીરિઝ પણ પોતાના નામે કરી લીધી હતી. ઇન્ડિયા અની જીતનો હીરો તન્મય બલોદા રહ્યો, જેણે મેચમાં 14 વિકેટ ઝડપી હતી. ડાબા હાથના આ સ્પિનરે બીજી ઇનિંગમાં 41 રન આપીને 8 વિકેટ પોતાના નામ કરી હતી. પહેલી ઇનિંગમાં પણ તન્મય બલોદાએ શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. આયુષ બલોદાને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમની વાત કરીએ તો તેણે પહેલી ઇનિંગમાં માત્ર 174 રન બનાવ્યાં હતા. બલોદાએ વિરોધી ટીમનો મિડલ ઓર્ડર અને લોવર ઓર્ડર વેરવિખેર કરી નાખ્યો હતો. તેની સાથે જ ભારતને 141 રનની લીડ મળી હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ફરી બેટિંગ માટે ઉતરી અને આ વખતે બલોદાએ એવી બોલિંગ કરી કે કાંગારૂૂ ટીમ ધરાશાયી થઈ ગઈ.
બલોદાએ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમના ટોપ સાત બેટ્સમેનોને એકલાએ જ આઉટ કરી દીધા હતા. બીજી ઇનિંગમાં ટીમ 151 રન પર ઓલ આઉટ થઈ ગઈ અને પછી ભારતને 11 રનનો ટાર્ગેટ મળ્યો જેને ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો. અંડર 19 ટીમ સામે 14 વિકેટ લઈને તન્મય બલોદાએ ઇતિહાસ રચી દીધો છે. તે યૂથ ટેસ્ટમાં સૌથી શાનદાર બોલિંગ કરનાર બોલર બની ગયો છે. આ પહેલા ટિમ સાઉદીના નામે આ રેકોર્ડ હતો. સાઉદીએ વર્ષ 2007માં ઇન્ડિયા અંડર 19 ટીમ સામે 92 રન આપીને 12 વિકેટ ઝડપી હતી.
