અગરકરની જગ્યા ખાલી, BCCIએ ચીફ સિલેક્ટર પદ માટે અરજીઓ મંગાવી

7 ટેસ્ટ અથવા 30 ફર્સ્ટ કલાસ મેચ રમવાનો અનુભવ જરૂરી BCCIએ મેન્સ સિલેક્શન કમિટીમાં એક પદ માટે અરજીઓ મંગાવી છે. આ પદ સિલેક્શન કમિટીના ચીફ…

7 ટેસ્ટ અથવા 30 ફર્સ્ટ કલાસ મેચ રમવાનો અનુભવ જરૂરી

BCCIએ મેન્સ સિલેક્શન કમિટીમાં એક પદ માટે અરજીઓ મંગાવી છે. આ પદ સિલેક્શન કમિટીના ચીફ અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થયા પછી ખાલી થયું છે. અગરકરનો કાર્યકાળ ચાર ઓક્ટોબરે સમાપ્ત થયો હતો. આ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે 18 સપ્ટેમ્બરે બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠક શરૂૂ થતા પહેલા બોર્ડને જાણ કરી દીધી હતી કે તેઓ કરારને લંબાવવા માગતા નથી.

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝા હાલ પુરુષ ટીમની પસંદગી સમિતિના અંતરિમ અધ્યક્ષ છે. શિવ સુંદર દાસ, અજય રાત્રા અને આરપી સિંહ પસંદગી સમિતિના અન્ય વર્તમાન સભ્યો છે. બીસીસીઆઈએ પોતાની વેબસાઇટ પર જણાવ્યું, “ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) પોતાની પુરુષ પસંદગી સમિતિમાં એક પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે.”

બીસીસીઆઈની પસંદગી સમિતિના સભ્ય બનવા માટે બીસીસીઆઈએ કેટલીક યોગ્યતાઓ નક્કી કરી છે. અરજી કરનાર ઉમેદવાર પાસે ઓછામાં ઓછો ભારત માટે 7 ટેસ્ટ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત 10 વનડે અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર ઉમેદવાર પણ આ પદ માટે યોગ્ય ગણાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પદ માટે જે કોઈ અરજી કરશે, તેણે નિવૃત્તિ લીધાને ઓછામાં ઓછા પાંચ વર્ષ પૂરા થયા હોવા જોઈએ. ધ્યાનમાં રાખવાની વાત એ પણ છે કે કોઈ પણ વ્યક્તિ જે બીસીસીઆઈના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તથા નિયમો અને શરતોમાં જણાવેલી કોઈ પણ ક્રિકેટ સમિતિનો કુલ મળીને પાંચ વર્ષ સુધી સભ્ય રહ્યો હોય, તે પુરુષોની પસંદગી સમિતિનો સભ્ય બનવા માટે યોગ્ય નહીં ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *