પ્રેમની તાલીબાની સજા: મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યુ: પ્રેમીને પણ શરીરસંબંધ બંધાવી પેશાબ પીવડાવ્યો

  સુરેન્દ્રનગરના દુધરેજ ગામે અન્ય યુવક સાથે નાસી ગયેલી પરિણીતા અને તેના કથિત પ્રેમી ઉપર મહીલાના પરિવારજનોએ સામુહિક દુષ્કર્મ સાથે તાલીબાની બર્બરતા આચર્યાની ચોંકાવનારી ઘટના…

 

સુરેન્દ્રનગરના દુધરેજ ગામે અન્ય યુવક સાથે નાસી ગયેલી પરિણીતા અને તેના કથિત પ્રેમી ઉપર મહીલાના પરિવારજનોએ સામુહિક દુષ્કર્મ સાથે તાલીબાની બર્બરતા આચર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
મહીલાના પતિ સહીતના પરિવારજનોએ મહીલા અને તેના પ્રેમીને ખાટલા સાથે બાંધી બેફામ માર માર્યા બાદ પ્રેમી પાસે બધાની હાજરીમાં મહીલા સાથે શરીર સંબંધ બંધાવ્યો હતો અને પ્રેમીને મહીલાનો પેશાબ પાઇ વીડીયો બનાવી વાયરલ પણ કર્યો હતો. ત્યારબાદ પરિવારના પુરુષોએ પણ સામુહિક દુષ્કર્મ આચરી તેનો વિડીયો બનાવ્યા બાદ વાયરલ કરી હેવાનીયતની હદ પાર કરી દીધી હતી.

જો કે, વાયરલ વીડીયોના આધારે પોલીસે તુરત જ એકશનમાં આવી બે મહીલા સહીત 9 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને ગેન્ગ રેપનો ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ દુધરેજ ગામેથી અન્ય પુરુષ સાથે ભાગી ગયેલી મહિલાને પાછી લાવી પરિવારે ઘરમાં પૂરી દીધી હતી. ત્યાર બાદ ફરી પરિણીતા જતી રહી હતી. જેથી પરિવાર ફરી તેને અને જેની સાથે રહેતી હતી તે પુરુષને પાછો લાવ્યા હતા. ત્યાર બાદ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને જેની સાથે ભાગી હતી તેની પાસે જ પતિ સહિતના સંબંધીઓએ દુષ્કર્મ કરાવ્યું હતું. જયારે પુરૂષને મહિલાનો પેશાબ પાયો હતો. આ બાદ પરિવારના પુરુષોએ પણ મહિલા ઉપર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. માત્ર એટલું જ નહીં, તેનો વીડિયો પણ શૂટ કર્યો હતો. આ વીડિયોના આધારે જ પોલીસે 9 આરોપીઓને ઝડપી લીધા છે. આ અતિ ઘૃણાસ્પદ ઘટનામાં આંચકાજનક વાત તો એ છે કે, આ અત્યાચાર આચરવામાં બે મહિલા પણ સામેલ હતી.

મહિલા પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે રહેવા ગઈ હતી. પતિ અને તેના પરિવારજનોએ આ બાબતની અદાવત રાખી મહિલાને ઘરમાં તાળા મારી ગેરકાયદેસર રીતે બાંધી રાખી હતી. મહિલા તક મળતાં ત્યાંથી ભાગી જતાં આરોપીઓએ તેનો પીછો કરી પકડી લીધી હતી. અને ત્યારબાદ અત્યાચારનો ધુણાસ્પદ ખેલ શરૂ થયો હતો. આરોપીઓ મહિલા અને પુરુષને શુદ્ધિકરણ વિધિના બહાને સુરેન્દ્રનગર લાવ્યા હતા. ત્યાં લાકડાના ધોકા અને લાતોથી માર મારી મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી. મહિલા સાથે ગયેલા પુરુષ પાસે જ મહિલા સાથે કુકર્મ કરાવી અમાનવીય વર્તન આચર્યું હતું. જયારે પુરૂષને મહીલાનો પેશાબ પીવા મજબુર કર્યો હતો. આરોપીઓએ આ આખા બનાવની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી. મહિલા અને પુરુષ પર આચરેલા અત્યાચારનો અશ્ર્લીલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

એએસપી વેદિકા બિહાની નેતૃત્વમાં પોલીસે સામાજિક આગેવાનોની માહિતી આધારે પીડિતાને શોધી કાઢી હતી. પોલીસે આ ઘટનમાં આરોપીઓ વિરુદ્ધ ગોંધી રાખવી, અપહણ, દુષ્કર્મ,અને ઈજા પહોચાડવા જેવા વિવધ ગુનાની કલમો હેઠળ ગુનો નોંધી પોપટ સરવૈયા, રમેશ સરવૈયા, જયંતી સરવૈયા, ભરત સરવૈયા, જીતુ સરવૈયા, પપ્પુ પમરાર, કલા સરવૈયા, ગીતાબેન સરવૈયા તથા લીલાબેન સરવૈયાની ધરપકડ કરી હતી. એએસપી અને તેમની ટીમે મહિલાની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલી મહિલા આરોપીઓએ આ ગુનામાં અન્ય આરોપીઓને સહયોગ આપ્યો હતો. હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *