રાજકોટ-સુરતમાં સ્વાઇનફલૂની એન્ટ્રી, આરોગ્યમંત્રીની તાકીદની બેઠક

રાજકોટ અને સુરતમાં સ્વાઇન ફલુના કેસ નોંધાતા અને રાજ્યભરમાં વાઇરલ રોગચાળાએ માથુ ઉંચકતા રાજયના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓની તાકીદની બેઠક યોજી જરૂરી આગોતરા…

રાજકોટ અને સુરતમાં સ્વાઇન ફલુના કેસ નોંધાતા અને રાજ્યભરમાં વાઇરલ રોગચાળાએ માથુ ઉંચકતા રાજયના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓની તાકીદની બેઠક યોજી જરૂરી આગોતરા આયોજન અંગે સુચના આપી હતી સાથોસાથ સ્વાઇનફલુના કેસ નોંધાતા હોય તેવા દિલ્હી અને કર્ણાટકમાંથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ કરવા પણ જણાવ્યું હતું. હાલ રાજકોટમાં મેટોડા અને શાપરમાં બે તેમજ સુરતમાં ચાર કેસો નોંધાયા છે જેના પગલે તંત્ર એલર્ટ બન્યું છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આરોગ્ય મંત્રીએ ચોમાસા દરમિયાન આરોગ્ય વિભાગના તમામ જિલ્લા આરોગ્ય તંત્રો દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો કે સામાન્ય સીઝનલ ફ્લૂ જેવા રોગોમાં દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં ઝડપી અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છે, તબીબો અને આરોગ્ય સ્ટાફ દ્વારા હોસ્પિટલોમાં આપવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓના પરિણામે જ ગુજરાતનું હેલ્થ મોડલ આજે સમગ્ર દેશમાં ઉદાહરણરૂૂપ અને નોંધપાત્ર સ્થાન ધરાવે છે.

વધુમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી H1N1 (સીઝનલ ફ્લૂ)ના કેસો સામે આવી રહ્યા છે અને આ બંને શહેરોમાંથી ફ્લાઇટ્સ, ટ્રેન તથા બસ માર્ગે નાગરિકોનું ગુજરાતમાં સતત આવાગમન રહે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં H1N1નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી. દર્દીઓની હાલત સામાન્ય હોવાથી રાજ્યના નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂૂર નથી.

આરોગ્ય મંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓને આદેશ આપતાં જણાવ્યું હતું કે, વર્ષ-2019ની H1N1 ગાઇડલાઇન મુજબ જ રાજ્યની તમામ હોસ્પિટલોમાં દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું ચોક્કસ પાલન થાય તેમજ ઇમરજન્સી વિભાગો, તબીબો અને નર્સિંગ સ્ટાફને આ અંગે જરૂૂરી સૂચનાઓ આપવામાં આવે.

આ ઉપરાંત H1N1 (સીઝનલ ફ્લૂ) સામેની સજ્જતાના ભાગરૂૂપે મંત્રીએ રાજ્યની સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના સિનિયર આરોગ્ય અધિકારીઓને તમામ સરકારી હોસ્પિટલોમાં જરૂૂરી દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપ્યા હતા.

આરોગ્ય મંત્રી પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ હોસ્પિટલમાં ટેકનિકલ કે સ્ટાફ સંબંધિત પ્રશ્નો હોય હોસ્પિટલના તબીબી અધિકારીઓએ આંતરિક સ્તરે જ તેનો ઉકેલ લાવવો જેથી દર્દીઓની સેવાઓ ખોરવાય નહીં. આ ઉપરાંત, હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા પર પણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ખાસ ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *