સરકાર-ભાજપ સંગઠન અને સંઘ વચ્ચે સમન્વય બેઠક

બે દિવસની બેઠકમાં ભાજપના પ્રદેશ નેતાઓ, સરકારના સિનિયર પ્રધાનો અને સંઘની ભગીની સંસ્થાઓ વચ્ચે સીધો સંવાદ દિલ્હીમાં જેન-ઝીના આંદોલનની સફળતા અને ત્યારબાદ સર્જાયેલી સ્થિતિના કારણે…

બે દિવસની બેઠકમાં ભાજપના પ્રદેશ નેતાઓ, સરકારના સિનિયર પ્રધાનો અને સંઘની ભગીની સંસ્થાઓ વચ્ચે સીધો સંવાદ

દિલ્હીમાં જેન-ઝીના આંદોલનની સફળતા અને ત્યારબાદ સર્જાયેલી સ્થિતિના કારણે ગુજરાતમાં સરકાર અને સંગઠનની કામગીરી ઉપર સંભવીત અસર તેમજ આગામી ચુંટણીની તૈયારીઓની સમીક્ષા માટે આજથી ગુજરાત સરકાર, ભાજપ સંગઠન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે દિવસની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં ભાજપ સંગઠનના પ્રદેશ નેતાઓ સરકારના કનુભાઇ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, જીતુભાઇ વાઘાણી, રમણભાઇ સોલંકી, હર્ષ સંઘવી સહીતના સિનિયર મંત્રીઓ અને આર.એસ.એસ. તેમજ ભગીની સંસ્થાઓના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા છે. બે દિવસમાં કુલ છ સેશનમાં બેઠક યોજાશે અને વિવિધ મુદા પર મનોમંથન કરવામાં આવશે.

અમદાવાદમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસેઅસની મહત્વપૂર્ણ 2 દિવસીય સમન્વય બેઠક શરૂૂ થઈ છે. મણિનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં આરએસેઅસ તેની વિવિધ ભગિની સંસ્થાઓ, રાજ્ય સરકાર અને ભાજપના મુખ્ય આગેવાનો એકસાથે જોડાશે. વર્ષમાં માત્ર એક જ વખત યોજાતી આ બેઠકને સંગઠનાત્મક અને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બેઠકમાં આરએસેઅસના સહ સરકાર્યવાહ અરુણ કુમાર ઉપસ્થિત છે. તેમની હાજરીમાં સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓના અગ્રણી આગેવાનો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સંકલન કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ 6 વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપશે, જેના કારણે સરકાર અને સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ વચ્ચેના પ્રશ્નો અને મુદ્દાઓ પર સીધી ચર્ચા થવાની શક્યતા છે.

આ બેઠકમાં સરકાર, સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. ભગિની સંસ્થાઓને સરકાર સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો, માંગણીઓ અને મુદ્દાઓ રજૂ કરવાની પણ તક મળશે. સંબંધિત વિભાગોના મંત્રીઓ સાથે સીધા સંવાદ દ્વારા વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર છે. આરએસેઅસ અને તેની વિવિધ સંસ્થાઓના અગ્રણી, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ભાજપના નેતાઓ એક મંચ પર આવતા આગામી સમયની સંગઠનાત્મક અને સંકલનાત્મક દિશા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠક વર્ષમાં એક જ વખત યોજાય છે. તેથી સંઘ અને ભગિની સંસ્થાઓ માટે વર્ષ દરમિયાન સામે આવેલા મુદ્દાઓની સમીક્ષા, સરકાર સાથેના સંકલન અને આગામી આયોજન માટે આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદના મણિનગર હેડગેવાર ભવન ખાતે યોજાતી આ બેઠક પર રાજકીય અને સંગઠનાત્મક વર્તુળોની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *