વાંકાનેર નજીક પંપમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે કાર્યરત ‘એચ.એમ. એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીમાં મોરબી ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોટા પાયે…

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે કાર્યરત ‘એચ.એમ. એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીમાં મોરબી ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોટા પાયે ચાલતા ગેરકાયદેસર ઈંધણના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 29,000 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી (કિંમત રૂ. 23,20,000/-) અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂ. 48,33,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડને સચોટ બાતમી મળી હતી કે, ‘મી માય ઇંકો એનર્જી ઇન ડીઝલ’ નામના પંપનો સંચાલક પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે બહારથી જ્વલનશીલ પ્રવાહીના ટેન્કરો મંગાવી સ્ટોરેજ ટાંકીમાં ભરે છે અને ટ્રકોમાં ઇંધણ તરીકે વેચાણ કરે છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક (વાંકાનેર વિભાગ) અને વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સ્પેકટરની ટીમે સંયુક્ત રીતે ત્રાટકીને આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી નીચે મુજબના 5 શખ્સોની અટકાયત કરી છે: 1. અજીતસિંહ નવધણસિંહ જાડેજા (સંચાલક, રહે. રાજકોટ), 2. રવિભાઇ દાદભાઈ ધાધલ (રહે. રાજકોટ), 3. નરેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર જોષી (રહે. રાજકોટ), 4. નયનભાઇ મોહનભાઇ મકવાણા (રહે. રાજકોટ), 5. નયનભાઇ વિજયભાઇ વાળા (રહે. રાજકોટ) પોલીસ તપાસમાં આ જથ્થા અંગેના કોઈ પણ બિલ કે આધાર પુરાવા મળી આવ્યા ન હતા. આથી પોલીસે બી.એન.એસ.એસ. (BNSS) કલમ-106(1) મુજબ મુદ્દામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી ગેરકાયદેસર ઈંધણ વેચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *