ધોરાજીનાં ઝાંઝમેર ગામે દ્વારકાધીશ દૂધની ડેરીમાં શંકાસ્પદ દૂધનું ચેકિંગ

રૂૂરલ એસ.ઓ.જી ટીમ અને ફૂડ વિભાગના સંયુકત દરોડામાં શંકાસ્પદ 400લીટર દૂધના નમૂના લેવાયા ધોરાજી તાલુકા ના ઝાંઝમેર ગામે દૂધની ભેળસેળ ચાલતી હોવાની બાતમીના આધારે રાજકોટ…

રૂૂરલ એસ.ઓ.જી ટીમ અને ફૂડ વિભાગના સંયુકત દરોડામાં શંકાસ્પદ 400લીટર દૂધના નમૂના લેવાયા

ધોરાજી તાલુકા ના ઝાંઝમેર ગામે દૂધની ભેળસેળ ચાલતી હોવાની બાતમીના આધારે રાજકોટ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝાંઝમેર ગામની ખાનગી ડેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રાજકોટ પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર (ઈંઙજ) દ્વારા ખોરાકની ચીજવસ્તુમાં ભેળસેળ કરનાર તથા બનાવટી દુધના વેચાણ કરતા ઇસમો વિરૂૂધ્ધ કડક કાર્યવાહીના આદેશના પગલે રાજકોટ રૂૂરલ પોલીસ ની એસ.ઓ.જી ટીમ ને ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે ખાનગી દુધની ડેરી આવેલ હોય જેમાં ડેરી સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલ તથા સાગરભાઈ ગામમાથી દુધ એકઠુ કરી બાદમા દુધની કવોન્ટિટી તથા ફેટ વધારવાના હેતુથી તેમાં ભેળસેળ કરીને બનાવટી દુધ બનાવતા હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી.

ઝાંઝમેર ગામે રેઈડ કરતા ડેરીના સંચાલક પાસેથી આશરે 400 લીટર દુધ મળી આવતા પોલીસે ફુડ સેફટી ઓફીસર પાસે દુધના સેમ્પલ પૃથ્થકરણ અર્થે કબ્જે લેવડાવી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી માં પો.ઈન્સ. એફ.એ.પારગી, પો.સબ ઇન્સ જી.જે.ઝાલા તથા પી.બી.મિશ્રા, એ.એસ.આઈ. પી.કે.શામળા, એફ.ડી.બ્લોચ સહિતના પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. લેબોરેટરી ટેસ્ટિંગ બાદ દૂધ નું દૂધ અને પાણીનું પાણી થવા પામશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *