સુરતના અડાજણમાંથી હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયુ છે. હોટલની આડમાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અડાજણમાં એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્ષના ચોથા માળે ધી ફ્યુજન નામની હોટેલમાં ગેરકાયદેસર ચાલતા ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનિટ રેડ પાડી હતી. આ ઘટનામાં થાઇલેન્ડની 6 યુવતીઓને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી. ઘ
અડાજણમાં હ્યુમન ટ્રાફિકઈંગ યુનિટ દ્વારા હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં થાઇલેન્ડની 6 યુવતીઓને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી. ઘટના સ્થળેથી હોટલના માલિક સહિત 11 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આ ઘટનામાં કેવી રીતે કોન્ટેક્ટ કરવામાં આવતા હતા તેની વિગતો બહાર આવી હતી. જેમાં હની, અભય સાલુંકે ગ્રાહકોને વિદેશી યુવતીના નામ મોકલતા હતા.
આ ઉપરાંત હોટલના માલિક પણ ટેગ જોઈ ગ્રાહકને હોટલમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારે હાલ 11 ગ્રાહકો અને હોટલ માલિકની ધરપકડ કરવામાં આવી છે. તથા એક મહિલા સહિત 2 વ્યક્તિ ફરાર થતા તેમની સામે તપાસ શરૂ હાથ ધરવામાં આવી છે.