સૂર્યકુમાર યાદવ પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. દેશની રાજધાનીમાં યોજાયેલા CNN-News18 ઇન્ડિયન ઓફ ધ યર સમારોહ દરમિયાન વર્લ્ડ ચેમ્પિયન ભારતીય કેપ્ટને કહ્યું કે મોદીજીને મળ્યા બાદ તેમની કિસ્મત બદલાઈ ગઈ અને તેઓ રન બનાવવા લાગ્યા છે. CNN-News18 ઇન્ડિયન ઓફ ધ યર સમારોહમાં સૂર્યકુમાર યાદવને આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂર્યાના જણાવ્યા અનુસાર, તેમને જરાય અંદાજ નહોતો કે PM મોદી તેમની સાથે આટલો સમય વિતાવશે. બંને વચ્ચે લગભગ 40-45 મિનિટ સુધી વાતચીત થઈ હતી.
મુલાકાતને લઈ સૂર્યકુમાર યાદવે શું કહ્યું? – મને લાગે છે કે એ મુલાકાત મારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહી. ત્યારબાદ મેં ફરી રન બનાવવાનું શરૂૂ કર્યું. એ ખૂબ જ સારી મુલાકાત હતી. અમને લાગ્યું હતું કે વડાપ્રધાન માત્ર 5 કે 10 મિનિટનો સમય આપશે, પરંતુ તેમણે મને અને મારા પરિવારને લગભગ 40-45 મિનિટનો સમય આપ્યો. એ ખૂબ જ સુંદર ક્ષણ હતી. મેં તેમને પૂછ્યું કે તેઓ અલગ-અલગ પરિસ્થિતિઓને કેવી રીતે સંભાળે છે. અમે ક્રિકેટ રમીએ છીએ અને ઘણી વખત દબાણ અનુભવીએ છીએ, પરંતુ હું જાણવા માગતો હતો કે તેઓ આટલી બધી જવાબદારીઓ સંભાળતી વખતે પોતે દબાણનો સામનો કેવી રીતે કરે છે. તેમણે મારા બધા સવાલોના ખૂબ જ સારા જવાબ આપ્યા. આ ખૂબ જ હળવી અને સારી વાતચીત રહી.
