વિદેશમાં કમાણીના મામલે પણ ‘રામાયણ’ બોલિવૂડમાં નંબર-ટુ

બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અને સાઉથના સુપરસ્ટાર યશ અભિનીત મેગા બજેટ પૌરાણિક ફિલ્મ ’રામાયણ’ બોક્સ ઓફિસ પર દરરોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. નીતેશ…

બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અને સાઉથના સુપરસ્ટાર યશ અભિનીત મેગા બજેટ પૌરાણિક ફિલ્મ ’રામાયણ’ બોક્સ ઓફિસ પર દરરોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. નીતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ થયાને 15 દિવસ પૂર્ણ થઈ ગયા છે, તેમ છતાં દર્શકોનો ક્રેઝ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.

બોક્સ ઓફિસના આંકડા પર નજર રાખતી વેબસાઇટ Sacnilk.com ના તાજેતરના અહેવાલ મુજબ, રણબીર કપૂરની ’રામાયણ’એ રિલીઝના 15મા દિવસે એટલે કે ગુરુવારે ભારતીય બોક્સ ઓફિસ પર એક જ દિવસમાં ₹19 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે વૈશ્વિક સ્તરે માત્ર ગુરુવારે જ ફિલ્મે અંદાજે ₹28.10 કરોડનો બિઝનેસ કર્યો છે. ₹155 કરોડની ઐતિહાસિક ઓપનિંગ સાથે બોક્સ ઓફિસ પર ખાતું ખોલાવનારી આ ફિલ્મે માત્ર એક જ અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે ₹1000 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. હવે 15 દિવસના ટૂંકા ગાળામાં ’રામાયણ’ની કુલ વૈશ્વિક કમાણી ₹1547.15 કરોડ સુધી પહોંચી ગઈ છે. આગામી થોડા જ દિવસોમાં ’ધુરંધર 2’નો ઓલ-ટાઈમ રેકોર્ડ તોડી નાખશે.

ભારતીય બોક્સ ઓફિસ પર ’રામાયણ’નું નેટ કલેક્શન અત્યાર સુધીમાં ₹863.75 કરોડના આંકડાને સ્પર્શી ગયું છે. માત્ર દેશમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ ફિલ્મને ખૂબ જ પ્રશંસા મળી રહી છે. વિદેશી બોક્સ ઓફિસ પર ’રામાયણ’એ અત્યાર સુધીમાં ₹515 કરોડ જેટલી પ્રભાવશાળી કમાણી કરી છે. આ સાથે જ, આમિર ખાનની ’દંગલ’ બાદ ’રામાયણ’ વિદેશી બજારમાં સૌથી વધુ કમાણી કરનારી બીજી સૌથી મોટી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *