સુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપની

સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ. આચાર્ય કઠવાડા પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા ને…


સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ. આચાર્ય કઠવાડા પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા ને તપાસ દરમિયાન પોતે ગઘઈ વગર જ 33 વખત વિદેશપ્રવાસનો રેકોર્ડ ખુલતાં તેમજ ચાલુ નોકરીએ દુબઈમાં વેપાર કરતા હોવાનો ભાંડો ફૂટયો છે. હાલ, આચાર્ય અકસ્માતનું બહાનું કાઢીને મેડિકલની લીવ પર ઉતરી ગયા છે.


સુરતમાં રહેતા સંજય પટેલ અમરોલીની સ્નેહ રશ્મિ શાળામાં આચાર્ય તરીકે 10 વર્ષથી ફરજ બજાવે છે. આશરે 8 મહિના પહેલાં નિકોલમાં સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં જીગ્નેશ બલદાણીયાની ઓળખ શિક્ષકના દુબઈ રહેતા મિત્ર ચંદ્રેશ મકાસણા સાથે થઈ હતી. ચંદ્રેશ મકાસણા વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલનો ભત્રીજો છે, જેનું મૂળ વતન સુરેન્દ્રનગર છે. જીગ્નેશની સંજય પટેલ અને ચંદ્રેશ મકાસણા સાથે મિત્રતા બંધાઈ ગઈ. મિત્રતાના સંબંધ એટલા ગાઢ બની ગયા કે એકબીજા સાથે નાણાંકીય લેવડદેવડ પણ ચાલતી હતી. આ દરમિયાન પૂર્વ ધારાસભ્યના ભત્રીજા ચંદ્રેશે ઉછીના નાણાંની માગ કરતાં શિક્ષક સંજય પટેલે જીગ્નેશ તેમજ કુલદીપ સોલંકી નામના વ્યક્તિ પાસે 3.50 કરોડની સગવડ કરાવી આંગડિયા મારફતે દુબઈ મોકલી આપ્યાં હતાં.

ત્યારબાદ જીજ્ઞેશ અને કુલદીપે ચંદ્રેશ મકવાણા પાસે પૈસા માંગતા ડખો થયો હતો અને શિક્ષક સંજય પટેલને ઢોર માર માર્યો ત્યારબાદ જીગ્નેશ અને કુલદીપે ચંદ્રેશ પાસે પૈસા માંગતા તેણે આપવાની ના પાડી દીધી. આ કારણોસર મણિનગર ખાતે આવેલી ઓફિસે જીગ્નેશ અને કુલદીપે શિક્ષકને ઢોર માર માર્યો અને બળજબરીપૂર્વક તેના બે ફોન, પર્સ અને કાર પડાવી ઓફિસમાં ગોંધી રાખ્યો. ત્યારબાદ કુલદીપે પોતાના ડ્રાઇવર અને રોકી નામના શખસ સાથે મળી શિક્ષકને તેની જ કારમાં બળજબરીપૂર્વક બેસાડી સુરેન્દ્રનગર લઈ જવા નીકળ્યાં.

તે દરમિયાન રસ્તા વચ્ચે જીગ્નેશ સાથે વાતચીત થતાં ફરી પોતાની ઓફિસે પહોંચ્યા હતાં અને તારા મિત્રના પૈસા તારે જ આપવાના છે ત્યારબાદ મોડી રાત સુધી કુલદીપે શિક્ષકને પોતાની ઓફિસમાં ગોંધી રાખ્યો અને કહ્યું કે, તારા મિત્રના પૈસા તારે જ આપવાના છે. આવું કહીને તેને માનસિક પરેશાન કરવામાં આવ્યો. ત્યારબાદ કુલદીપ, જીગ્નેશ અને અન્ય બે શખસોએ સાથે મળી શિક્ષકને કારમાં બેસાડી જાણુ ગામ ખાતેના ફાર્મ હાઉસમાં લઈ ગયાં. ત્યાં ફરી શિક્ષકને ગોંધી રાખ્યો અને ત્યાં તેમના માણસોએ હોકી અને ગડદાપાટુથી શિક્ષકને ઢોર માર માર્યો. જોકે, શિક્ષક ટોઈલેટ જવાના બહાને ત્યાંથી ભાગીને કઠવાડા ખાતે પહોંચી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં અલગ જ ઘટસ્ફોટ થયો હતો. આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ ગઘઈ લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ સામે આવી હતી.

33 વાર વિદેશપ્રવાસ કર્યો હોવાની માહિતી મળી હતી આ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આચાર્ય વિરુદ્ધ ગઘઈ લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ સામે આવી છે. શાળાના આચાર્ય કામ છોડી દુબઈમાં વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી. તેની પોતાની યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટુર નામની રજીસ્ટર્ડ કંપની પણ છે અને કંપનીની પોતાની દુબઈની આઈડી પણ છે. તદુપરાંત વેપાર હેતુસર આચાર્ય વર્ષ 2023ની 16 જુલાઈથી લઈને 22 જૂન, 2024 દરમિયાન 33 વખત ઞઅઊમાં પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી હતી. આ મામલે એવી વિગત પણ સામે આવી છે કે, અકસ્માતનું બહાનું કાઢીને સંજય પટેલે 22 નવેમ્બરથી એક મહિના સુધી શાળામાં મેડિકલ લીવ મૂકી છે. હવે મામલો પ્રકાશમાં આવતા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *