ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી રોજીરોટી માટે આવતા શ્રમિકો મોટાભાગેટ્રેનનો ઉપયોગ વધારે કરે છે. અને સૌથી વધારે એસ.ટી. બસમાંથી આવતા હોય છે.
તેમજ સરકાર દ્વારા ઉદ્યોગો પણ સ્થાપવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યભરમાં 36 નવા રેલવે સ્ટેશન સ્થાપવા માટેની દરખાસ્ત કરાઈ હતી. તેમાં હાલ રેલવે બોર્ડ પાસેથી મંજુરી માંગવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાપવા માટે સૂચિત નવા રેલ્વે સ્ટેશનોમાં મહત્તમ 10 છોટા ઉદેપુર ધાર રેલ્વે લાઈન પર, 16 દાહોદ ઝાબુઆ ધાર ઈન્દોર રેલ્વે લાઈન પર, 4 નલિયા જખૌ બંદર રેલ્વે લાઈન પર છે.
પશ્ચિમ રેલ્વેએ મોડાસા-શામળાજી રોડ અને ભીમનાથ-ધોલેરા રૂૂટ પર 1-1 નવું રેલ્વે સ્ટેશન સ્થાપવા માટે રેલ્વે બોર્ડની મંજૂરી પણ માંગી છે. જો શામળાજી ખાતે પ્રસ્તાવિત રેલ્વે સ્ટેશન મંજૂર કરવામાં આવે તો, ઉદયપુર-શ્રીનાથજીની આગળની સફર માટે ઉપયોગી થશે.
