સુરતને 3.50 કરોડ તિરંગાનો ઓર્ડર, કાપડ ઉદ્યોગમાં હરિયાળી

ઓપરેશન સિંદૂરના કારણે સ્વતંત્રતા પર્વ પુર્વે ‘તિરંગા’ની માંગમાં જબ્બર વધારો, રૂા.100 કરોડના વેપારનો અંદાજ આગામી તા.15 ઓગષ્ટના રોજ યોજાનાર સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે દેશભરમાં રાષ્ટ્રધ્વજ…

ઓપરેશન સિંદૂરના કારણે સ્વતંત્રતા પર્વ પુર્વે ‘તિરંગા’ની માંગમાં જબ્બર વધારો, રૂા.100 કરોડના વેપારનો અંદાજ

આગામી તા.15 ઓગષ્ટના રોજ યોજાનાર સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે દેશભરમાં રાષ્ટ્રધ્વજ પૂરા પાડવા સુરતનો કાપડ ઉદ્યોગ સજ્જ બન્યો છે. અત્યારસુધીમાં દેશભરમાંથી વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને 3.50 કરોડ તિંરગાનો ઓર્ડર મળી ચૂકયો હોવાથી આ ઉદ્યોગ 24 કલાક ધમધમી રહ્યો છે.

ચાલુ વર્ષે પહેલગામ હુમલા બાદ ભારતે પાકિાસ્તાન ઉ5ર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના પગલે 15 ઓગષ્ટની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ ખૂબ વધી હોવાથી કાપડના વેપારીઓ પણ ખુશખુશાલ છે.
15 ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે જેમ જેમ સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ અભિયાનને સફળ બનાવવા સુરતના કાપડ ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે. સુરતના વેપારીઓને લગભગ સાડા ત્રણ કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યા છે.

ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે, તિરંગા બનાવવાનો જે ઓર્ડર મળ્યા છે તેનાથી અંદાજે 100 કરોડનો વેપાર કાપડ ઉદ્યોગને મળશે. આ ઓર્ડરનો મોટો હિસ્સો સુરતના જાણીતા કાપડ વેપારી પ્રવિણ ગુપ્તાને મળ્યો છે. તેમને એકલાને જ એક કરોડથી વધુ વિવિધ સાઇઝના રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. પ્રવિણ ગુપ્તા જેઓ દેશના પ્રખ્યાત ધ્વજ નિર્માતા તરીકે ઓળખાય છે તેમની ટેક્સટાઈલ ફર્મ વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોવા મળતા વિશાળ ધ્વજ બનાવવામાં નિપુણતા ધરાવે છે. તેમની કંપની ખાસ કરીને મોટી સાઈઝના ધ્વજ બનાવવામાં નિષ્ણાંત છે.સુરતને હાલ ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોટો ઓર્ડર મળ્યો છે.

આ ઉપરાંત દેશભરના હોલસેલ વેપારીઓએ પણ મોટા પ્રમાણમાં ઓર્ડર આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, હાલમાં સૌથી વધુ માગ નાની સાઈઝના તિરંગાની છે. જેમ કે, 5ડ્ઢ3 ઈંચ અને 20ડ્ઢ30 ઈંચ. આ નાના ધ્વજ ભેટમાં આપવા, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરવા અને વાહનો તેમજ ઓફિસોમાં મૂકવા માટે લોકપ્રિય છે. જોકે, 20ડ્ઢ30 ફૂટ જેવા વિશાળ ધ્વજ પણ બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક ધ્વજને ખાસ ફ્રેમ કરીને પણ આપવામાં આવી રહ્યા છે તિરંગાને વધુ યાદગાર બનાવવા માટે કેટલાક ધ્વજને ખાસ ફ્રેમ કરીને પણ આપવામાં આવી રહ્યા છે. જે તેને કાયમી યાદગીરી તરીકે સાચવી શકાય. આ પહેલ માત્ર સ્થાનિક ઉદ્યોગને વેગ આપી રહી નથી, પરંતુ મેડ ઈન ઇન્ડિયાના સંદેશને પણ મજબૂત બનાવી રહી છે.

સુરતમાં માત્ર ઝંડા બનાવતા 25 જેટલા મુખ્ય ઉદ્યોગપતિઓ
ફેડરેશન ઓફ ટેક્સટાઈલ સુરત ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટ કૈલાશ કહીમે જણાવ્યું હતું કે, આ વર્ષે સુરતને લગભગ સાડા ત્રણ કરોડ તિરંગાનો ઓર્ડર મળ્યો છે. જેના કારણે 100 કરોડ રૂૂપિયાનો વેપાર થઈ શકે છે. સુરતમાં લગભગ 25 જેટલા મુખ્ય ઉદ્યોગપતિઓ છે જેઓ માત્ર ઝંડા બનાવવા માટે નિષ્ણાંત તરીકે ઓળખાય છે અને તેઓની પાસે આ ઓર્ડર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *