સુરત: AM/NS કંપનીના શ્રમિકોએ પગાર વધારાની માંગને લઈને કર્યું વિરોધ પ્રદર્શન, ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી

    પાણીપતની ઘટનાના આક્રોશ સુરતના હજીરા સ્થિત AM/NS (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો તેમજ પગાર વધારા જેવી માંગણીઓએ વિરોધ પ્રદર્શન…

 

 

પાણીપતની ઘટનાના આક્રોશ સુરતના હજીરા સ્થિત AM/NS (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો તેમજ પગાર વધારા જેવી માંગણીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રોજેક્ટ સાઈટ પર કાર્યરત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ અચાનક કામ રોકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. 10થી વધુ ગાડીઓમાં તોડફોડ કરીને સળગાવી દેવામાં આવી છે.

કંપનીના નિર્માણધીન નવા પ્લાન્ટમાં આજે વહેલી સવારે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. જ્યારે 5000થી વધુ કર્મચારીઓ હોબાળો મચાવ્યો હતો.જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શ્રમિકોનો કંપનીની મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીની ત્રણ ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરી તેને ભારે નુકસાન પહોંચાડયુ હતું. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ ચાર જેટલા બાઈકને આગને હવાલે કરી દીધા હતા. આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું જાણવા મળ્યું છે.

શ્રમિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ્સનો કાફલો ઘ્ત્નાસ્થ્લે પહોંચ્યો હતો. અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલો શાંત પાડવા માટે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *