શહેરમાં સામા કાંઠે આવેલા દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા મુસ્લિમ અગ્રણી અને ભાજપ આગેવાન આરીફ ચાવડાની ગત તારીખ 2/ 8/ 20ના રોજ છરીના ઘા ઝીંકી હત્યા થયા અંગે મૃતકના ભાઈ મુસ્તાક ગુલામ હુસેનભાઇ ચાવડાએ થોરાળા પોલીસ મથકમાં પાડોશી વસીમ ઉર્ફે ચકો અબ્દુલ ખૈબર, રમીઝ ઉર્ફે બાબો ઈકબાલ ખૈબર, અબ્દુલ ઓસમાણ ખૈબર અને ઈકબાલ ઓસમાણ ખૈબર વગેરે ચાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સુચનાથી જેલહવાલે કર્યા હતા.
આ કેસ ચાલવા ઉપર આવતા સરકાર તરફે કેસ ચલાવવા સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવી હતી. કેસના મુખ્ય સૂત્રધાર રમીઝ ઉર્ફે બાબો ઈકબાલે જામીન પર છુટવા સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત ચાલી હતી. બાદ આરોપી વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઈ ખૈબરે અન્ય આરોપીઓને અગાઉ જામીન મુક્ત કરવામાં આવેલ હોય, આ ગુન્હાનો ક્રોસ કેસ ચાલવાનો બાકી હોય તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓક્ટોબર સને 2022 સુધીમાં કેસ ચલાવી પુરો કરવા માટે ડાયરેક્શન આપવામાં આવેલ હોય તેમ છતાં કેસ ડીલે થયો છે, જામીન અરજી મંજુર કરવા જોઈએ વિગેરે કારણો દર્શાવી હાઇકોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અરજી નામંજૂર થતા આરોપી વસીમ ઉર્ફે ચકા દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ પાંચ વર્ષથી પ્રોસિક્યુશન દ્વારા ડીલે થતો હોવાનું કારણ આપી જામીન અરજી કરવામાં આવી હતી.
જે જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં ચાલતાં સ્પેશ્યલ પી.પી. તુષારભાઈ ગોકાણીએ સુપ્રીમ કોર્ટના સરકારી વકીલને જરૂૂરી માહિતી પૂરી પાડેલ તેમજ મૂળ ફરિયાદીના વકીલ રૂૂપરાજસિંહ પરમારે સુપ્રીમ કોર્ટમાં મુળ ફરિયાદી મુસ્તાકભાઈ ચાવડાના વકીલને જરૂૂરી સૂચનાઓ આપેલ જેથી બંને પક્ષોની રજુઆત તથા મુળ ફરિયાદીના વકીલ દ્વારા રજુ થયેલ લેખિત વાંધાઓ તેમજ કેસના સંજોગોને ધ્યાને સુપ્રીમ કોર્ટે પણ એ આરોપી વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઈ ખૈબરની જામીન અરજી પ્રાથમિક તબકકે (એટલે કે જકઙ નાં તબકકે) જ નામંજુર કરવાનો હુકમ કરેલ હતો.
આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટમાં સરકાર તરફે સ્પે.સરકારી વકીલ તરીકે તુષારભાઇ ગોકાણી તથા મુળ ફરીયાદી વતી ધારાશાસ્ત્રી રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, જીતભાઈ શાહ,દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા તથા પ્રેમરાજસિંહ પરમાર તેમજ હાઇકોર્ટમાં સદરહુ જામીન અરજીનો વિરોધ કરવા માટે મુળ ફરીયાદી તરફે વકીલ જાલ ઉનાવાલા તથા તેજલબેન વશી તેમજ સુપ્રીમ કોર્ટમાં મુળ ફરિયાદી વતી વકીલ શ્વેતાબેન લોધા રોકાયા હતા.
