બાલાજી હોલ પાસેનો બનાવ : કામ ઉપર મોડા આવતા ઝઘડો કરી માર માર્યો
શહેરના 150 ફૂટ રીંગ પર આવેલા બાલાજી હોલ પાસે આવેલા બિલ્ડિંગમાં સફાઇ કામ કરતી મહિલા કામ ઉપર મોડી આવતા સુપરવાઇઝરે ઝઘડો કરી મહિલાને હેલ્મેટ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ બાલાજી હોલ પાસે રહેતા કાજલબેન દિનેશભાઇ મકવાણા (ઉ.વ.30)નામના મહિલા ઘર પાસે આવેલા સત્વ બિલ્ડિંગમાં સફાઇ કામ કરતા હોય આજે સવારે તેઓ કામ ઉપર જતાં મોડુ થઇ ગયુ હોય જેથી સુપરવાઇઝર અભયે ઝઘડો કરી તેમને હેલ્મેટ વડે માર મારતા હાથ અને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
