T-20 વર્લ્ડ કપમાં શનિવારથી સુપર-8નો મુકાબલો

8 માર્ચ સુધીમાં દરેક ટીમ પોતાના ગ્રૂપની બાકી ત્રણ ટીમો સાથે એક-એક મેચ રમશે, બન્ને ગ્રૂપોમાંથી ટોપ-2 સેમિફાઇનલમાં પ્રવેશ કરશે 20 ટીમો સાથે શરૂૂ થયેલી…

8 માર્ચ સુધીમાં દરેક ટીમ પોતાના ગ્રૂપની બાકી ત્રણ ટીમો સાથે એક-એક મેચ રમશે, બન્ને ગ્રૂપોમાંથી ટોપ-2 સેમિફાઇનલમાં પ્રવેશ કરશે

20 ટીમો સાથે શરૂૂ થયેલી આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ પોતાના રોમાંચક પડાવ પર પહોંચી ચૂકી છે. ગ્રુપ સ્ટેજની જંગ બાદ હવે દુનિયાની ટોપ 8 ટીમો, સુપર 8 માટે મેદાન પર ઉતરવા તૈયાર છે. યજમાન ભારત અને શ્રીલંકાની ધરતી પર રમાઈ રહેલી આ ટુર્નામેન્ટ પહેલા ઘણા ઉલટફેર જોવા મળ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમ બહાર થવાથી બધા ચોંકી ગયા છે. હવે સેમીફાઇનલની ચાર ટિકિટ માટે ગ્રુપ 1 અને ગ્રુપ 2ની આઠ ટીમો એકબીજા સામે ટકરાશે.

સુપર 8ના રાઉન્ડ માટે ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, સીડિંગના આધારે ગ્રુપ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા હતા, જેથી હવે મોટા મેચની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. ગ્રુપ 1: ભારત, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે, ગ્રુપ 2: પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.

આ વખતે ગ્રુપ 2ને ’ગ્રુપ ઓફ ડેથ’ માનવામાં આવી રહ્યું છે, કારણ કે અહીં પાકિસ્તાન, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઘરેલુ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતી શ્રીલંકા જેવી મજબૂત ટીમો છે. અહીંથી ટોપ 2માં સ્થાન મેળવવું કોઈ પણ ટીમ માટે મોટી પડકારરૂૂપ છે. બીજી તરફ, ગ્રુપ 1માં ટીમ ઇન્ડિયા સૌથી મજબૂત દેખાઈ રહી છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. નિષ્ણાતોના મતે, ભારત અને દક્ષિણ આફ્રિકા આ ગ્રુપમાંથી સેમિફાઇનલના મુખ્ય દાવેદાર છે, જોકે વેસ્ટઇન્ડીઝ પણ કોઈ પણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે.સુપર 8ની લડત 21 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ 1 માર્ચ સુધી ચાલશે. દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની ત્રણ ટીમો સામે એક-એક મેચ રમશે. બંને ગ્રુપમાંથી ટોપ 2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

સુપર 8નો આ રાઉન્ડ માત્ર ખેલ કૌશલ્ય નહીં, પણ માનસિક મજબૂતીની પણ કસોટી હશે. ભારતને પોતાના ઘરેલુ મેદાનનો ફાયદો મળશે, પણ શ્રીલંકા પણ ગ્રુપ 2માં મોટું પડકાર બની શકે છે. આવનારા 10 દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે હાઈ-વોલ્ટેજ ડ્રામા અને રોમાંચથી ભરપૂર રહેશે.

સુપર-8નું શેડ્યૂલ
21 ફેબ્રુઆરી: ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન, સાંજે 7:00 વાગ્યે, કોલંબો
22 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ vs શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે, કેન્ડી
22 ફેબ્રુઆરી: ભારત vs દક્ષિણ આફ્રિકા, સાંજે 7:00 વાગ્યે, અમદાવાદ
23 ફેબ્રુઆરી: ઝિમ્બાબ્વે vs વેસ્ટઇન્ડીઝ, સાંજે 7:00 વાગ્યે, મુંબઈ
24 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ vs પાકિસ્તાન, સાંજે 7:00 વાગ્યે, કેન્ડી
25 ફેબ્રુઆરી: ન્યૂઝીલેન્ડ vs શ્રીલંકા, સાંજે 7:00 વાગ્યે, કોલંબો
26 ફેબ્રુઆરી: દ.આ. vs વેસ્ટઇન્ડીઝ, બપોરે 3:00 વાગ્યે, અમદાવાદ
26 ફેબ્રુઆરી: ભારત vs ઝિમ્બાબ્વે, સાંજે 7:00 વાગ્યે, ચેન્નાઈ
27 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ, સાંજે 7:00 વાગ્યે, કોલંબો
28 ફેબ્રુઆરી: પાકિસ્તાન vs શ્રીલંકા, સાંજે 7:00 વાગ્યે, કેન્ડી
1 માર્ચ: ઝિમ્બાબ્વે vs દક્ષિણ આફ્રિકા, બપોરે 3:00 વાગ્યે, દિલ્હી
1 માર્ચ: ભારત vs વેસ્ટઇન્ડીઝ, સાંજે 7:00 વાગ્યે, કોલકાતા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *