અભિષેક શર્મા-ટ્રેવિસ હેડની 34 બોલમાં 82 રનની ઓપનિંગ ભાગીદારી
સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 65 રનથી હરાવ્યું. IPL 2026 માં હૈદરાબાદની આ પ્રથમ જીત છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં KKR એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જછઇં એ પ્રથમ બેટિંગ કરી અને 226 રન બનાવ્યા. વિશાળ લક્ષ્યનો પીછો કરતા કોલકાતા સંપૂર્ણ 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું અને 161 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ભારે ધમાલ મચાવી. તેમણે 34 બોલમાં 82 રનની ઓપનિંગ ભાગીદારી કરી. અભિષેકે 48 રન બનાવ્યા, અને ટ્રેવિસ હેડે 46 રન બનાવ્યા. આ દરમિયાન, હેનરિક ક્લાસેનના 52 રનથી જછઇં ને 226 ના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી.
ઘરઆંગણે રમતી વખતે કોલકાતા નાઈટ રાઇડર્સની શરૂૂઆત ખરાબ રહી. ટી20 વર્લ્ડ કપમાં 33 બોલમાં સદી ફટકારનાર ફિન એલને આક્રમક બેટિંગ કરી, પહેલી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. જોકે, સાત બોલમાં 28 રન બનાવ્યા બાદ તે હર્ષ દુબેના હાથે કેચ આઉટ થયો.
અંગકૃષ રઘુવંશીએ ચોક્કસપણે 29 બોલમાં 52 રનની લડાયક ઇનિંગ રમી, જેનાથી તે ઓરેન્જ કેપની રેસમાં આગળ નીકળી ગયો. આ દરમિયાન, 25.2 કરોડ રૂૂપિયામાં ખરીદાયેલા કેમરુન ગ્રીન સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યા હતો. તે ફક્ત 2 રન બનાવી આઉટ થયો. રિંકુ સિંહ પણ KKR ને સતત બીજી હારથી બચાવવામાં નિષ્ફળ રહ્યો. તેણે 25 બોલમાં 35 રન બનાવ્યા. એક સમયે, કોલકાતા નાઈટ રાઇડર્સે 10.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 120 રન બનાવી લીધા હતા. KKR માટે વિજય સરળ લાગતો હતો, પરંતુ પછી અંગકૃષ રઘુવંશી 11મી ઓવરના છેલ્લા બોલ પર રન આઉટ થઈ ગયા. અહીંથી KKR ની મુશ્કેલીઓ વધવા લાગી. માત્ર 41 રનમાં, કોલકાતાએ તેમની બાકીની સાત વિકેટ ગુમાવી દીધી અને 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
